5 વર્ષની બાળકીની રેપ બાદ નિર્મમ હત્યા, 4 મહિનામાં નરાધમને ફાંસી

બાળ દિવસે (14 નવેમ્બર) કેરળની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં 5 વર્ષની બાળકીના રેપિસ્ટ અને કિલરને ફાંસીની સજા સંભળાવી છે.

14 નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવાય છે અને આ દિવસે એક કોર્ટે બાળકીને ન્યાય આપ્યો છે. નરાધમના રેપ અને હત્યાનો ભોગ બનેલી માત્ર પાંચ વર્ષની બાળકી સાથે દરિંદગી આચરનાર નરાધમને જીવતે જીવ ફાંસીને માંચડે ચઢાવી દેવાનો ઐતિહાસિક ચૂકાદો જાહેર કરાયો છે. 

કેરળની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 

કેરળની કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યા કરવાના દોષિત વ્યક્તિને ફાંસીની સજા સંભળાવી છે. દોષીને આ કેસમાં 4 નવેમ્બરના રોજ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ જઘન્ય ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. ગુનેગાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પાંચ વર્ષ પહેલા દિલ્હીમાં પોક્સો એક્ટ હેઠળ તેને બે મહિનાની જેલની સજા થઈ હતી. ત્યારબાદ તે જામીન પર બહાર હતો. કેરળના એર્નાકુલમની પોક્સો કોર્ટે તમામ 16 ગુનાઓમાં દોષિત અશફાક આલમને બિહારની એક 5 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યા કરવા બદલ દોષી ઠેરવ્યો છે. ફરિયાદી પક્ષે કોર્ટને દોષિતને કડકમાં કડક સજા આપવા જણાવ્યું હતું. અશફાક આલમે કોર્ટમાં દાવો કર્યો હતો કે અન્ય આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે અને માત્ર તે જ આ કેસમાં પકડાયો છે. જો કે આ સિવાય તેમણે બીજી કોઇ દલીલ કરી નહોતી. કોર્ટે આલમને ચાર્જશીટમાં તમામ 16 ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. જ્યારે આલમને સજા સંભળાવવામાં આવી ત્યારે પીડિતાના માતા-પિતા કોર્ટમાં હાજર હતા. તેને 4 નવેમ્બરે દોષી ઠેરવવામાં આવ્યો હતો.

શું છે ઘટના 

28 જુલાઈ 2023ના રોજ અશફાક આલમ નામના નરાધમે બિહારની પાંચ વર્ષની બાળકીનું તેના ભાડાના મકાનમાંથી જ્યૂસ આપવાના બહાને અપહરણ કર્યું હતું. આ પછી બળાત્કાર ગુજાર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અલુવા બજારમાં કચરાના ઢગલામાં બાળકીની લાશ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલી મળી આવી હતી. આ જઘન્ય હત્યાકાંડે આખા દેશને હચમચાવી નાખ્યો. નરાધમે બાળકીની મારઝૂડ બાદ હત્યા કરી નાખી હતી. જ્યારે માતા ઘરના કામમાં વ્યસ્ત હતી ત્યારે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો અને જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો. 

પોલીસે પકડ્યો ત્યારે દારુ પીધેલો હતો 

બાળકી ગુમ થયાની જાણ થતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે 28 જુલાઇની સાંજે અશફાકની નશાની હાલતમાં ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ 30 દિવસની અંદર દાખલ કરવામાં આવી હતી. એર્નાકુલમની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી ૪ ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આ સુનાવણી રેકોર્ડ 26 દિવસમાં પૂર્ણ થઈ હતી અને આરોપી તેની સામે બળાત્કાર, હત્યા સહિતના તમામ ગુનાઓમાં દોષિત સાબિત થયો હતો. તે અપહરણ અને પુરાવાના નાશ માટે પણ દોષી સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *