કુદરત રૂઠે તો નવા-જૂનીના એંધાણ મળે કુદરત પાસે માનવી લાચાર બની જાય છે. દહિંસરા ગામે વગર પાનખરે લીમડાંનું લીલુંછમ વૃક્ષ પાનખરનું ભોગ બન્યું છે. લીલોછમ લીમડો સુકોભઠ્ઠ થઇ ગયો છે.
વૃક્ષના બધા જ પાંદડાઓ ખરી પડયા છે. સાથે આ વર્ષે સારો વરસાદ પડતાં ગામનું હરિ સરોવર છલોછલ ભરાઇ ગયું. સરોવર કમળ પુષ્પોથી કમલાકર થયું. રંગીન કમળ પુષ્પો, લીલી પબડીઓથી શોભી ઊઠયું, પણ અચાનક ફરી સરોવરને નજર લાગી હોય તેમ છતે પાણીએ કમળ, પુષ્પો સુકાઇ ગયા અને સરોવરની શોભામાં કાળી ટીલી લાગી ગઇ.
કમળા ફૂલો લીલી પબડીઓ વેંચી ગુજરાન ચલાવતા બેકાર થઇ ગયા. ભગવાનને પ્રિય કમળ પુષ્પો ચઢાવતા શ્રદ્ધાળુ પણ હતાશ થઇ ગયા. વસંત ઋતુમાં પાનખર થવાથી અચરજ થયું.