કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવા કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્ય કક્ષાએ રજૂઆત કરી.
કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરોને પણ જુલાઈ – 2023 ની અસરથી મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવા કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સામાજે રાજ્યકક્ષાએ રજૂઆત કરી છે.
કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં, પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ – 2023 થી મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરીને 42 ટકા મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરીને જુલાઈ – 2023 ની અસરથી 46 ટકા મોંઘવારી ભથ્થું આપવા તાજેતરમાં જાહેરાત કરેલ છે. તેમ રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓને અને પેન્શનરોને જુલાઈ – 2023 ની અસરથી મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરી 42% ના બદલે 46% મોંઘવારી ભથ્થું આપવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને અલગ અલગ પત્ર લખીને લેખિત રજૂઆત કરેલ હોવાનું સંસ્થા ના પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 એમ ત્રણ માસનું એરીયર્સ પણ એક જ હપ્તામાં આપવા રજૂઆત કરી છે.