માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ની દીકરીઓએ પોતાની કલાના કામણ પાથર્યા.
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓએ માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડફાર્મ ઉપર આપણી નવરાત્રી – 2023 માં ભાગ લઈ તા. 18/10 ને બુધવારના રાત્રે માં જગદંબાની આરાધના અંતર્ગત “ભવાની અષ્ટકમ થીમ” આધારિત ગરબામાં કુલ ૧૭ દિવ્યાંગ દિકરી ઓ એ પોતાની કલાના કામણ પાથરીને હમ કિસી સે કમ નહી ઉક્તિ ને ખરા અર્થમાં સાકાર કરેલ હોવાનું અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
દિવ્યાંગ દીકરીઓને તૈયાર કરવામાં કોરિયોગ્રાફર તરીકે નકુલભાઈ નાથબાવા એ સેવા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, ટ્રસ્ટી ખુશાલભાઈ બળીયા, સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને વિકલાંગ છાત્રાલયના ગૃહમાતા પ્રવિણાબેન પાટોડી સહયોગી રહ્યા હતા.
કાર્યક્રમના અંતે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે દિવ્યાંગ દીકરીઓ અને સંસ્થાના હોદ્દેદારોને સન્માયા હતા.
આ પ્રસંગે આપણી નવરાત્રીના આયોજકો દેવાંગભાઈ દવે, ભરતભાઈ વેદ અને વસંતબેન સાયલે દિવ્યાંગ દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા.