MANDVI : માંડવી તાલુકાના મસ્કા ગામે રહેતા હિંમતભાઈ મૂળશંકર નાથાણી નામના 36 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, મૃતકે કોઈ કારણે પોતાના ઘરે લાકડાની આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણ્યો હતો. આ મામલે હાલતુરત માંડવી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતભાગીએ કયા કારણે આ પગલું ભર્યું તે સહિતની આગળની તપાસ હાથ ધરી છે.