MANDVI : માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમા રોમિયોગીરી, સ્ટંટબાજો અને કોઈ પણ પ્રકારની સેફ્ટી પહેરેયા વગર પોતાની તેમજ રાહદારીઓ ની જીંદગી જોખમમાં મૂકે એ રીતે ધૂમ સ્ટાઈલમાં ચલાવતા બાઈક ચાલકો ની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરતી માંડવી પોલીસ
MANDVI : મે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા.સા.બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં રોમિયોગીરી, સ્ટંટબાજો અને કોઈ પણ પ્રકારની સેફ્ટી પહેરેયા વગર પોતાની તેમજ રાહદારીઓ ની જીંદગી જોખમમાં મૂકે એ રીતે ધૂમ સ્ટાઈલમાં ચલાવતા બાઈક ચાલકો ની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે સુચન અન્વયે આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભુજ વિભાગ,ભુજનાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી શિમ્પી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં માંડવી મધ્ય મિહલા બાગ,જિમખાના ચાર રસ્તા, કાઠાંનાકા, કે.ટી.શાહ રોડ તથા માંડવી બીચ ખાતે અસરકારક ફૂટ પેટ્રોલિંગ કરવા માં આવેલ જેમાં રોમિયોગીરી, સ્ટંટબાજો અને કોઈ પણ પ્રકારની સેફ્ટી પહેરેયા વગર પૂર ઝડપે અને બેદરકારી અને ગફલતભરી રીતે અને બેફામ રીતે ચલાવી પોતાની તથા રાહદારીઓ ની જિંદગી જોખમમા નાખે તે રીતે બાઈક ચાલકો વિરદ્ધ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી શિમ્પી સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુર્ધવજસિંહ ઝાલા , પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ જોશી, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ચોધરી તથા માંડવી પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.