અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ અર્વાચીન ગરબામાં બીજો નંબર મેળવી સંસ્થા નું ગૌરવ વધાર્યું.
ભુજના ટાઉન હોલમાં શનિવારે રાત્રે રાજ્ય કક્ષાની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની રાસ ગરબા સ્પર્ધામાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ અર્વાચીન ગરબામાં બીજો નંબર મેળવી સંસ્થા નું ગૌરવ વધાર્યું
એન. એ. બી. સ્પોટ્સ એન્ડ કલ્ચર કમિટી ગુજરાત રાજ્ય શાખા તથા એન.એ.બી.ભુજના સંયુક્ત ઉપક્રમે, અખિલ ગુજરાત અંધજન ગરબા સ્પર્ધા (પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે) ભુજના ટાઉનહોલમાં તા. ૦૭/૧૦ને શનિવાર ના રાત્રે ૭ વાગ્યે રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી.
આ રાસ ગરબા સ્પર્ધામાં માંડવી માં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત, વિકલાંગ કન્યા છાત્રાલયની 10 પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ એ પ્રાચીન અને અર્વાચીન એમ કુલ બે ગરબા રજૂ કર્યા હતા. તે પૈકી અર્વાચીન ગરબા માં રાજ્યકક્ષાએ બીજો નંબર મેળવીને સંસ્થાનું ગૌરવ વધારેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
ભુજની નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી, દીકરીઓને રૂપિયા 3૫00/- (ત્રણ હજાર પાંચસો) નું પારિતોષિક અને પસૅ તથા તેમને મદદ કરનારને ફાઈલ ની ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
કોરીયોગ્રાફર તરીકે નકુલભાઈ નાથબાવા એ સેવા આપી હતી. સંસ્થાના સહમંત્રી સુલતાનભાઇ મીર અને ટ્રસ્ટી ખુશાલભાઈ બળીયા તેમજ સંગાર જયશ્રીબેન ગરવા એ સંગીતમાં સહયોગ આપેલ હતો. આ ઉપરાંત ઢોલ વાદક તરીકે સમીર મીર અને સહેનાઈમાં ફિરોજ મીર સહયોગી રહ્યા હતા.ગૃહમાતા પ્રવિણાબેન, સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા, નીતાબેન મહેશ્વરી, જીનલબેન અશોકભાઈ મકવાણા અને મીનાબેન મકવાણા પણ સહયોગી રહ્યા હતા.
સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ અર્વાચીન ગરબામાં રાજ્યકક્ષાએ બીજો નંબર મેળવીને ‘હમ કિસીસે કમ નહી’ ઉક્તિ ને સાર્થક કરી છે.
દસે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુભાઈ રાણા, વર્તમાન પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહ ખજાનચી અશ્વિનભાઈ ગજરા, શ્રીમતી સરોજબેન રાણા, પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ અને અરવિંદભાઈ શાહ અને ટ્રસ્ટી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી (કેનેડા) તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.