વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબના સંસારી મોટા બહેન અને માંડવી આઠકોટી મોટીપક્ષ જૈન સંઘમાં ચાતુર્માસ ગાળતા પરમ પૂજ્ય અક્ષીતાબાઇ મહાસતીના સંસારી માતુશ્રી લક્ષ્મીબેન હરિયાનુ નિધન થતાં શોકની લાગણી ફેલાઈ
ઇન્દોર (મધ્યપ્રદેશ)માં ચાતુર્માસ ગાળતા અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ ના સંસારી મોટા બહેન તેમજ માંડવીમાં આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ ગાળતા પરમ પૂજ્ય અક્ષીતાબાઇ મહાસતીના સંસારી માતૃશ્રી ભોજાય (તા.માંડવી)ના લક્ષ્મીબેન મૂળજી ગેલા હરિયા (ઉંમર 85 વર્ષ) તે ભોજાય – કચ્છના હંસરાજ(જખુ પુજારી)ભુલા છેડાના પુત્રી તા. 07/10 ને શનિવારના માતૃ વંદના બિદડા મધ્યે અરિહંત શરણ પામતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
પૂજ્ય નરેશમુનિ મ.સા.અને તેમના શિષ્ય પૂજ્ય ઓજસમુની મ.સા.(ચાતુમાૅસ ઈન્દોર – મધ્યપ્રદેશ), પૂજ્ય અક્ષીતાબાઇ મહાસતી (માંડવી), વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ, મંત્રી દિનેશભાઈ શાહ તેમજ માંડવી આઠકોટી મોટીપક્ષ જૈન સંઘના પ્રમુખ ભાવિનભાઈ સંઘવી અને મંત્રી નિલેશભાઈ સંઘવી વગેરે એ લક્ષ્મીબેન મૂળજી ગેલા હરિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.