જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે બુધવારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ની ૧૬૬ મી જન્મજયંતી ઉજવાઈ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે તા ૦૪/૧૦ બુધવારના સવારે ૦૯:૧૫ કલાકે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ની ૧૬૬ મી જન્મ જયંતી તેમના જન્મસ્થાન માંડવીમાં ઉજવાઈ હતી.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી ના પ્રમુખ પરેશભાઈ સોની, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩ બી (રાજ્ય) ના પૂર્વ મીડિયા ઓફિસર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ બળવંતસિંહ ઝાલા, ખજાનચી શ્રી યોગેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ સોની, વસંતભાઈ કોચરા, પ્રવીણભાઈ, પિયુષભાઈ પંચાલ તથા રશ્મિનભાઈ સોની વગેરે એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ને પુષ્પાંજલિ અર્પી ભાવાંજલિ અર્પણ કરી હતી. અશોકભાઈ ઠક્કર, કૈલાશભાઈ ઓઝા અને પરીનભાઈ વાઝા એ પણ ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલ ‘કવિ’, ફાઉન્ડેશનના ટ્રસ્ટી તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો. કે.જી. વૈષ્નવ, ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડી.કે પંચાલ અને રમેશભાઈ નંદાએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ને પુષ્પાંજલિ અર્પી ભાવાંજલિ અર્પણ કરી હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.