અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષક નિધિ નો 43 મો સન્માન સમારોહ ભુજમાં રંગે ચંગે સંપન્ન થયો.
શ્રી અખિલ કચ્છ પ્રાથમિક શિક્ષકનિધિ, સાર્વજનિક ટ્રસ્ટ – ભુજ – કચ્છનો 43 મો સન્માન સમારોહ ગાંધી જયંતીના રોજ ભુજમાં રંગે ચંગે સંપન્ન થયો હતો.
ભુજના પાટવાડી નાકા પાસે આવેલી, પાટવાડી શાળા નં ૧માં તા. ૦૨/૧૦ને રવિવારના, ગાંધી જયંતીના રોજ સાંજે 4:00 વાગે સંસ્થાના પ્રમુખશ્રી રશ્મિભાઈ પંડ્યા ના પ્રમુખ પદે યોજાયેલા 43 માં સન્માન સમારોહમાં સંસ્થાના ઉપપ્રમુખ વેલજીભાઈ વ્યાસ (અંજાર) અને ભુજની જયનગર પ્રાથમિક શાળાના આચાર્ય રશ્મિકાંત એચ. ઠક્કર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમુહ પ્રાર્થના બાદ, મંચસ્થ મહેમાનો અને સંસ્થાના હોદ્દેદારોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
આ સમારોહમાં નિવૃત્ત શિક્ષક રશ્મિકાંતભાઈ હરીશભાઈ ઠક્કરનું નિવૃત્તિ સન્માન, સંસ્થાના અને સમારોહના પ્રમુખ રશ્મિભાઈ બી. પંડ્યા ના હસ્તે, મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. નવચેતન અંધજન મંડળ માધાપર ના ખાસ શિક્ષક કન્યાશાળા ના સંચાલક ગીતાબેન કમલેશભાઈ ભટ્ટને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પારિતોષિક – 2023 મળતા તેમને મોમેન્ટ અર્પણ કરી, શાલ ઓઢાડી, વિશિષ્ટ સન્માન સંસ્થાના ઉપપ્રમુખ વેલજીભાઈ વ્યાસ (અંજાર)ના હસ્તે કરવામાં આવેલ હતું.
ધોરણ 10 માં ચાલુ સાલે કચ્છ જિલ્લામાં પ્રથમ આવનાર પ્રાથમિક શિક્ષકના સંતાન શુક્લ હિરવા પ્રીતમભાઈ ને વિશિષ્ટ નામાંકિત પારિતોષિક તેમજ સ્વ.છોટાલાલ કેશવલાલ સોનીની સ્મૃતિમાં ચાંદીનું ચંદ્રક અને વિશિષ્ટ પારિતોષિક એનાયત કરીને સંસ્થાના પ્રમુખ શ્રી રશ્મિભાઈ પંડ્યાના હસ્તે સન્માન થયું હતું.
ધોરણ ચાર થી કોલેજ કક્ષાના ઇનામ ચંદ્રવદન જી. મહેતા તરફથી ચાર નામાંકિત પારિતોષિક દાતા ના પુત્રવધૂ અલ્પાબેન મેહુલભાઈ મહેતા અને ચિરાગ મેહુલભાઈ મહેતાના હસ્તે અપાયા હતા.
ધોરણ 12 (સાયન્સ)માં કચ્છમાં પ્રથમ આવનાર પ્રાથમિક શિક્ષકના સંતાન પંડ્યા નમન ધવલભાઈનુ ચાંદીના ચંદ્રક “માતુશ્રી અંબાબેન હંસગીરી ગોસ્વામી વિશિષ્ટ પારિતોષિક દ્વારા સન્માન સંસ્થાના ખજાનચી વેલજીભાઈ કેશવજી મચ્છરના હસ્તે થયું હતું. ધોરણ 12 (આર્ટસ)માં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પ્રાથમિક શિક્ષકના સંતાન રાજગોર અદિતિ રાજેશભાઈને વિશિષ્ટ પારિતોષિક રશ્મિભાઈ ઠક્કરના હસ્તે અપાયું હતું. ધોરણ ચાર થી કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાનોના હસ્તે શિષ્યવૃત્તિ અપાય હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા તથા રાજેશભાઈ ગોરે કરેલ હતું. જ્યારે આભાર દર્શન પ્રજ્ઞેશભાઈ છાયાએ કરેલ હોવાનું સંસ્થા ના પ્રવક્તા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. રશ્મિભાઈ પંડ્યા, વેલજીભાઈ વ્યાસ અને રશ્મિભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાને વટવૃક્ષ બનાવવા અનુરોધ કરેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા વનરાજસિંહ જાડેજા, હિતેશભાઈ રાવલ, પ્રેરણાબેન મહેતા, ઉષ્માબેન શુક્લ અને ઓસમાણભાઈ સુમરા એ જહેમત ઉઠાવી હતી.