2000 રૂપિયા ની નોટ, આવતીકાલે છે અંતિમ ડેડલાઇન, હવે ચૂક્યાં તો…

RBI એ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત બાદ 30 સપ્ટેમ્બર સુધી એક્સ્ચેન્જ કરવાની તારીખ આપી હતી, જો કે એ બાદ સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી વધારામાં આવી હતી.

2000ની નોટને બંધ થવાને હવે બસ બે દિવસનો સમય બચ્યો છે. એટલે કે 7 ઓક્ટોબર પછી આ નોટ નહીં ચાલે. એવામાં જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ હોય તો તેને ફટાફટ બદલી લો નહીં તો તે નકામી બની જશે.

30 સપ્ટેમ્બર બાદ સમયમર્યાદા વધારામાં આવી હતી
જો તમે બે દિવસની અંદર 2000ની નોટને જમા કરાવવામાં અથવા એક્સચેન્જ કરવામાં નિષ્ફળ રહેશો, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 19 મેના રોજ આ નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી અને 30 સપ્ટેમ્બર, 2023 સુધી એક્સ્ચેન્જ કરવાની સુવિધા આપી હતી. જો કે, સમયમર્યાદા પૂરી થઈ ત્યાં સુધીમાં આ છેલ્લી તારીખ લંબાવીને RBI એ 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર કરી હતી.

7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની પડી હશે તો તેનું શું થશે?

આ અંગે આરબીઆઈએ કહ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની બેંક નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કે આ તારીખ પછી, લોકો બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકતા નથી અને ન તો તેઓ બેંકમાંથી બદલી કરાવી શકે છે. લોકો માત્ર RBIમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 7 ઓક્ટોબર પછી રૂ. 2000ની નોટો બદલાવવા જાય છે તો તેને આરબીઆઈને સ્પષ્ટપણે સમજાવવું પડશે કે તે નિર્ધારિત તારીખ સુધીમાં બદલાયેલી રૂ. 2000ની નોટ કેમ જમા કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *