મૂળ ડગાળા (તા.ભુજ) કચ્છના સાધ્વીજી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ની ૧૦૦મી આયંબિલતપની ઓળીની પૂર્ણાહુતિના પાવન અવસરે મુંબઈમાં શનિવારથી ત્રિદિવસીય પારણોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.
ગચ્છાધિપતિ કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામા કચ્છના અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.સોમવારે દાદર (મુંબઈ)માં ૧૦૦મી ઓળી નું પારણું કરશે.પારણા ના મહોત્સવમાં કચ્છના 90 ભાવિકો મુંબઈમાં ઉપસ્થિત રહેશે.
મૂળ ડગાળા (તા. ભુજ) કચ્છના સાધ્વીજી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ની ૧૦૦મી આયંબિલ તપની ઓળીની પૂર્ણાહુતિના પાવન અવસરે દાદર (મુંબઈ)માં તા. 30/09 ને શનિવાર થી તા. 2/10 ને સોમવાર સુધી ત્રિદિવસીય પારણોત્સવ ભવ્યાતીભવ્ય રીતે ઉજવાશે. પ.પુ. આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી પરમ પૂજ્ય આધ્યાત્મનિષ્ઠ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાની પાવન નિશ્રામાં પરમ પૂજ્ય સાધ્વીજી ચંદ્રોદયાશ્રીજી મ.સા. ના શિષ્ય સાધ્વીજી ચારુપ્રશાશ્રીજી મ.સા.ના શિષ્ય મૂળ ડગાળા (તા. ભુજ) કચ્છના વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા. (મહેતા ઝવેરલાલ ભવાનજી ડગાળાવાલાની કુલ દીપિકા) ની ૧૦૦મી આયંબિલતપની ઓળીના પારણોત્સવના પ્રથમ દિવસે તા. 30/09 ને શનિવારના મહેતા ભવાનજી વિરજી પરિવાર (ડગાળાવાલા) સૌજન્યથી નવપદની પૂજા ભણાવાશે, જ્યારે ભારતીબેન સતિશભાઈ સંઘવી (સુરત)ના સૌજન્યથી યુગલ સમૂહ સામાયિક મા જાપ તથા વિવિધ ગેમો ની હરીફાઈ થશે.
બીજા દિવસે તા. 01/10 ને રવિવારના ડગાળા જૈન સંઘના સૌજન્યથી ભક્તામર પૂજન ભણાવાશે. સવારના નવકારશી નો લાભ શ્રી આરાધના ભવન જૈન સંઘ દાદર (મુંબઈ) એ જ્યારે સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ મહેતા ભવાનજી વિરજી પરિવાર (ડગાળાવાલા)એ લીધેલ છે. બપોરે સકળ સંઘની બહેનોની સાંજી અને સંધ્યા ભક્તિનો લાભ મહેતા ભવાનજી વિરજી પરિવાર (ડગાળાવાલા)એ લીધો છે. પારણોત્સવ ના સમાપનના ત્રીજા દિવસે તા. 02/10 ને સોમવારના તપોવંદના તથા ચતુર્વિધ સંઘના પગલા મહેતા ભવાનજી વીરજી પરિવાર (ડગાળાવાલા)એ લીધેલ છે. સોમવારના સવારના 10 કલાકે તપસ્વી સાધ્વી શ્રી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ના પારણા કરનાર હોવાનું દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આયંબિલતપની 100 ઓળીમાં 5050 આયંબિલતપની અને 100 ઉપવાસની આરાધના કરવાની હોય છે. 100 ઓળી કરવામાં ઓછામાં ઓછા ૧૪ વર્ષ લાગે છે. જ્યારે આયંબિલ તપની ઓળીમાં ખોરાકમાં મીઠું, મરચું, ઘી, તેલ, ગોળ, ખાંડ, દૂધ, છાશ કે મિષ્ટાન લેવાનું હોતું નથી. દાદર આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ ધરમશીભાઇ કુબડીયા પારણોત્સવના કાર્યક્રમની સફળતા માટે સંઘના હિતેશભાઈ વોરા તથા સમસ્ત ટ્રસ્ટી મંડળ રહેમત ઉઠાવી રહ્યા છે. હાલમાં ભવાનજી વિરજી મહેતા પરિવાર ના 20 તપસ્વી વર્ધમાન તપની ઓળી કરી રહ્યા છે. આ પ્રસંગે ડગાળા જૈન સંઘના સભ્યો અને માધાપર કચ્છ જૈન સંઘ ના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે પારણા પ્રસંગે સો ભાવિકો દાદર (મુંબઈ) ખાસ ઉપસ્થિત રહીને પારણોત્સવને ચાર ચાંદ લગાવશે. ડગાળા જૈન સંઘ મુંબઈ રહેતા જયંતીભાઈ મહેતા, પંકજભાઈ મહેતા, મૈત્રિક મહેતા, ભવાનજી વિરજી મહેતા (ડગાળાવાલા) પરિવારના સભ્યો પારણોત્સવને સુપેરે પાર પાડવા જહેમત ઉઠાવી રહ્યા છે. ચાર્તુમાસના મુખ્ય લાભાર્થી/ ટ્રસ્ટી શ્રી ધીરૂભાઈ વેલજીભાઈ કુબડીયા, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લાલચંદભાઇ શેઠ, ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ભીમજીભાઈ કુબડીયા તેમજ હિતેશભાઈ વોરા તેમજ ડગાળા જૈન સંઘ તેમજ મહેતા ભવાનજી વિરજીભાઈ (ડગાળાવાલા) ના પરિવારોમા અનેરો ઉત્સાહ છે તેમજ જહેમત ઉઠાવી રહ્યા છે.