તા.28-09-2023ને ગુરૂવારના રોજ શ્રી ખારીવારા ગણેશદેવ મંદિર દુર્ગાપુર ખાતે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા માંડવી તાલુકા હસ્તકના સભાસદ મિત્રોના તેજસ્વી તારલાઓ માટે તૃતીય માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ માનનીય સંજયભાઈ પરમાર સાહેબ DEO/DPEO કચ્છના અધ્યક્ષ સ્થાનેથી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા.
માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ સતિષભાઈ મકવાણાએ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને આવકાર કર્યું હતું. ત્યારબાદ શ્રી ભારાપર પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉત્કર્ષ મંડળના મહામંત્રી વસંતભાઈ કોચરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ અને ડીઈઓ કચ્છ શ્રી સંજયભાઈ પરમાર સાહેબનું માંડવી/મુન્દ્રા/અંજાર/ગાંધીધામ/રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળો એ મોમેન્ટો, સાલ અને પુષ્પગુચ્છ દ્વારા તથા ખારીવારા ગણેશદેવ ચોખરા સમિતિ દ્વારા સાલ ઓઢાડીને તથા કાનજીભાઈ મહેશ્વરી રચિત અષાઢી રંગ પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે માંડવી ટીપીઈઓ શ્રી કમલેશભાઈ ખટારીયા સાહેબ, કચ્છ જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી મનોજભાઈ પાલેકર, જિલ્લા કેળવણી નિરીક્ષક ભરતભાઈ મહેતા, માંડવી બી.આર.સી. મેહુલભાઈ શાહ, કાર્યક્રમના મુખ્ય દાતા ચાંપશીભાઈ ધેડા સરપંચશ્રી દેવપર (ગઢશીશા), પૂર્વ જિલ્લા કેળવણી નિરીક્ષક પૂનમભાઈ મહેશ્વરી, પૂર્વ જિલ્લા કેળવણી નિરીક્ષક મોહનભાઈ ફુફલ, ગાંધીધામ-અંજાર-રાપર અને મુન્દ્રા થી પધારેલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ-મહામંત્રી અને ખજાનચી, ખારીવારા ગણેશદેવ મંદિર ચોખરા સમિતિ વાડા, ભારાપર અને દુર્ગાપુરના પ્રમુખ/મહામંત્રી, ખારીવારા ગણેશદેવ મંદિર સમિતિના પ્રમુખ-મહામંત્રી, વોઇસ ઓફ કચ્છના હાર્દિકભાઈ ડોરૂ મીડીયા સેલ ફોટોગ્રાફર, પૂજારીજી વગેરેનો મોમેન્ટો, સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ધોરણ 1 થી 5 ના 19 તેજસ્વી તારલાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.માંડવી બી.આર.સી. મેહુલભાઈ શાહ તથા જિલ્લા કેળવણી નિરીક્ષક ભરતભાઈ મહેતાએ પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ત્યારબાદ ધોરણ 6 થી 8 ના 14 તેજસ્વી તારલાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ જિલ્લા કેળવણી નિરીક્ષક પૂનમભાઈ મહેશ્વરીએ પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ત્યારબાદ ધોરણ 9 થી 12 ના 8 તેજસ્વી તારલાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જીવનમાં આગળ વધવા પ્રેરણાદાયી શીખ આપી હતી.
ત્યારબાદ ઉચ્ચ અભ્યાસના 12 તેજસ્વી તારલાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબે પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે વિવિધ પ્રકારની ટીપ્સ આપીને માર્ગદર્શન આપ્યું હતું.
આભાર વિધિ માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના ખજાનચી પ્રવીણભાઈ પરમાર એ કરી હતી. જેમાં આમંત્રિત મહેમાનો, મુખ્ય દાતા, સહ દાતાઓ, ખારીવારા ગણેશદેવ મંદિર સમિતિ તથા ચોખરા સમિતિ વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ ચૌહાણ અને જીજ્ઞેશભાઈ માતંગે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ કારોબારી સમિતિ અને સભ્યો એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સૌ સાથે મળીને સ્વરૂચી ભોજન લીધું હતું.