તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર નીલમબેન ગોહિલ નુ સન્માન કરવા માંડવી મા સન્માન સમારોહ યોજાયો તાલુકા ગ્રુપ શાળા નં. ૧તથા તેની પાંચ પેટા શાળા સહિત કુલ છ શાળાઓનું આયોજન.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો સરકાર તરફથી એવોર્ડ મેળવનાર શ્રીમતી નીલમબેન ગોહિલનું સન્માન કરવા માંડવીના બંદર રોડ ઉપર આવેલી ખલ્ફાનભાઇ દામાણી પ્રાથમિક શાળામાં તાજેતરમાં સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહનું આયોજન તાલુકા ગ્રુપ શાળા નં. ૧તથા તેની પાંચ પેટા શાળા સહિત કુલ છ પ્રાથમિક શાળાઓના સ્ટાફે કરેલ હતું.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા ના પ્રમુખ પદે યોજાયેલા સન્માન સમારોહમાં જિલ્લા કેળવણી નિરીક્ષકો કાસમભાઈ નોડે, ભરતભાઈ મહેતા અને મૌસમીબેન જોશી, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, બી. આર. સી. કો-ઓર્ડીનેટર મેહુલભાઈ શાહ, તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, કાર્યાધ્યક્ષ જીગ્નેશભાઈ જોશી, રાજ્ય પ્રતિનિધિ અમિત ભાઈ ડાંગેરા, જિલ્લા પ્રતિનિધિ મનુભા જાડેજા તથા સી. આર. સી. કો-ઓર્ડીનેટર મીરાબેન જોશી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ, યજમાન ખલ્ફાન પ્રાથમિક શાળાના આચાર્ય વસંતભાઈ કોચરાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી એવોર્ડ મેળવનાર નીલમબેન ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયા સહિતના મંચસ્થ મહેમાનો, પેટા શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, બળવંતસિંહ ઝાલા, તાલુકા શાળાના શિક્ષક હર્ષદભાઈ અમીન અને બાબાવાડી શાળાના નયનાબેન દવે તથા બહેનોના પ્રતિનિધિઓ ભારતીબેન ગોર,દત્તાબેન શાહ, પારૂલબેન જોશી અને ઉષાબેન જોશી એ એવોર્ડ મેળવનાર નિલમબેન ગોહિલ નું સન્માન કર્યું હતું. માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે પણ નિલમબેન નું સન્માન કર્યું હતું.
ટી.પી.ઓ.કમલેશભાઈ ખટારીયા, દિનેશભાઈ શાહ, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ મહેતા, મૌસમીબેન જોશી, કાસમભાઈ નોડે તેમજ મેહુલભાઈ શાહે પ્રાસંગિક પ્રવચનમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર નીલમબેન ગોહિલને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાષ્ટ્રીય એવોર્ડ મેળવવાની શુભેચ્છા પાઠવી હતી.
સન્માન ના પ્રત્યુતરમાં એવોર્ડ વિજેતા નિલમબેન ગોહિલે સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. મંચસ્થ તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સન્માન કરનાર તમામ છ એ શાળાના તમામ શિક્ષકોએ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૈનનૂતન શાળા નં.૩ના શિક્ષિકા પિનાકીનીબેન સંઘવીએ કર્યું હતું. જ્યારે રતનશી મૂળજી કન્યાશાળાના આચાર્ય બળવંતસિંહ ઝાલા એ આભાર દર્શન કરેલ હતું.