માંડવી શહેરના સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો
માંડવી શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના ઉપક્રમે તાજેતરમાં સરસ્વતી સન્માન સમારંભ રંગે ચંગે સંપન્ન થયો હતો સંસ્થાના પ્રમુખ અપર્ણાબેન વ્યાસના પ્રમુખ સ્થાને યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં શિલ્પાબેન નાથાણી અને રીટાબેન ત્રિવેદી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ અપણાૅબેન વ્યાસે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી તેજસ્વી સંતાનોને અભિનંદન પાઠવ્યા હતા.જ્ઞાતિના 33 તેજસ્વી તારલાઓને રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કરાયા હતા.
અતિથિ વિશેષ શ્રીઓ શિલ્પાબેન નાથાણી અને રીટાબેન ત્રિવેદી તથા મંચસ્થ ઉર્મિલાબેન દવે, રેખાબેન દવે તથા બીનાબેન હર્ષનું, દક્ષાબેન ત્રિપાઠી, વર્ષાબેન જોશી, દર્શનાબેન પાઠક અને પ્રિયાબેન જાની ના હસ્તે પુસ્તક આપી – શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મીરાબેન પંડ્યા અને દીપાબેન મહેતા તથા શૈક્ષણિક ક્ષેત્રમાં સતત યોગદાન આપનાર પ્રાથમિક શાળાના શિક્ષકો પારુલબેન વ્યાસ, વિભાબેન વ્યાસ, પૂજાબેન ઠાકર તથા ભવ્યતાબેન ઠાકર નું ફાઈલ અને બોલપેન એનાયત કરીને નવાજવામાં આવ્યા હતા.
સંસ્થાનો પરિચય, સ્વાગત, પ્રાસંગિક ઉદબોધન, સંસ્થાનો વાર્ષિક અહેવાલ અનુક્રમે અપર્ણાબેન, દક્ષાબેન અને કોકીલાબેને આપેલ હતા. આગવી અને અનોખી એક મિનિટ ની ગેઇમમાં ભવ્યા બાપટ, સોનાક્ષી દવે, પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થયા હતા. પ્રાર્થના અને નૃત્ય વિભાબેન ઓઝા અને દિવ્યા બાપટે રજૂ કર્યા હતા.
શ્રીમતી પલ્લવીબેન દવે અને માધવીબેન દવે એ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી તેમજ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીર્તિદાબેન રાવલે કરેલ હતું જ્યારે ચંદ્રિકાબેન મહેતાએ આભાર વિધિ કરી હતી. ભોજન સમારંભ અને વ્યવસ્થા ભાસ્કરભાઈ મહેતાએ સંભાળી હતી. જ્ઞાતિના તમામ તન – મન અને ધનના યોગદાનની નોંધ લઇ સંસ્થાના પ્રમુખ અપર્ણાબેન વ્યાસે ધન્યવાદ પાઠવી સર્વેનો આભાર માન્યો હતો.