KUTCH BJP/ લોકસભા ચૂંટણી માટે શંખનાદ 2023 અભિયાન હેઠળ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે યોજાયેલી કાર્યકર બેઠકોમાં સોશિયલ મીડિયા, લીગલ સેલ, ડોકટર સેલના કાર્યકરોને કેસરિયા પક્ષની સરકારની કામગીરીઓ ઘરો ઘર પહોંચાડવા હાકલ કરાઈ હતી. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજીએ લીગલ સેલના કાર્યકરોને સંબોધતાં ધારાશાત્રી, કાયદાવિદ્ કાર્યકરોને સ્પષ્ટ, પ્રભાવી અભિગમ સામે પક્ષનાં કામો પાયાનાં સ્તર સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
KUTCH BJP/ પ્રદેશ સોશિયલ મીડિયા ઈન્ચાર્જ મનનભાઈ દાણીએ વિવિધ ડિજિટલ મંચ પરથી ભાજપ સરકારની સિદ્ધિઓના જનમન સુધી પ્રસારની અપીલ કરી હતી. લીગલ સેલ, સોશિયલ મીડિયા સેલ બાદ અંતમાં યોજિત જિલ્લા ભાજપના ડોક્ટર સેલની બેઠકને સંબોધતાં પ્રદેશ ડોક્ટર સેલ ઈન્ચાર્જ ડો. શિરીષ ભટ્ટે દેશને આત્મનિર્ભર કરવા જેવી પહેલો લોકો સુધી પહોંચાડવા તબીબ કાર્યકરોએ મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે, તેવું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા સેલ બેઠકનું સંચાલન વરુણ ઠક્કર, જિતેન ઠક્કરે આભારવિધિ, લીગલ સેલ બેઠકનું સંચાલન વિમલ મહેતા, આભારવિધિ હેમસિંહ ચૌધરીએ, ડોક્ટર સેલ બેઠકનું સંચાલન ડો. રામ ગઢવીએ તો ડો. જિતેન્દ્ર ભાનુશાલીએ આભારવિધિ કરી હતી. પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પક્ષના સેલ, મોરચા, એકમો, ઘટકો સક્રિયપણે જવાબદારી નિભાવે તેવું આહ્વાન કર્યું હતું.
KUTCH BJP / કચ્છ ભાજપ સંગઠનાત્મક વ્યૂહરચનાના ભાગરૂપે જિલ્લાના વિવિધ વિભાગોને આ સંબંધમાં સક્રિય કરવા તત્પર રહેશે, તેવો કોલ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આપ્યો હતો. જિલ્લા મહામંત્રીઓ દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, ડોક્ટર સેલ ઈન્ચાર્જ ડો. સુરેશ રૂડાણી, લીગલ સેલ અગ્રણીઓ ગિરીશ ઝવેરી, સુરેશદાન ગઢવી સહિત હોદ્દેદારો, સભ્યો જોડાયા હતા, તેવું કચ્છ ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.