અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રામપાલસિંહજી નું શુક્રવારે નિધન થતા સમગ્ર ભારતની સાથે કચ્છના પ્રાથમિક શિક્ષકો અને નિવૃત્ત શિક્ષકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિશ્વ શિક્ષક સંઘના ઉપાધ્યક્ષશ્રી રામપાલસિંહજી નું તા. ૨૨/૦૯ ને શુક્રવારના ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા સમગ્ર ભારતના પ્રાથમિક શિક્ષકો અને નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોની સાથે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો અને નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ મહામંત્રી અને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ ના પ્રવકતા શ્રી દિનેશભાઈ શાહે, સમગ્ર દેશના પ્રાથમિક શિક્ષકોના માર્ગદર્શક સ્વ. રામપાલસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, રામપાલસિંહજીએ ઘણા લાંબા સમયથી ભારતના પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપી છે. તેમના કાર્યકાળ દરમિયાન દેશના પ્રાથમિક શિક્ષકોની ખૂબ જ સેવા કરી છે. તેમના નિધનથી સમગ્ર ભારતના પ્રાથમિક શિક્ષકોને સાચા માર્ગદર્શક ની ખોટ પડી છે.
કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહના જાડેજા અને મંત્રી વિલાસબા જાડેજા (બંને ભુજ), કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી કેરણાભાઈ આહીર તેમજ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ કાર્યાધ્યક્ષ દાનુભા જાડેજા તથા પૂર્વ મહામંત્રી ધનજીભાઈ સોનીએ રામપાલસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પી છે.