માંડવીના તપગચ્છ જૈન સંઘે દિનેશભાઈ શાહનું સન્માન કર્યું
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે પરમ પૂજ્ય સાધ્વીજી પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તાજેતરમાં કલ્પસૂરી આરાધના ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં અન્ય સન્માનનો સાથે, માંડવીના તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી, મીડિયા કન્વીનર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહનું તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી મંડળના ભરતભાઈ મહેતા (ડગાળાવાલા), ડો.નિમિષભાઈ મહેતા, જયેશભાઈ ચંદુરા અને દર્શનભાઈ શાહ સન્માન કરતા નજરે પડે છે.