અઠ્ઠાઇ તપના આરાધક જીતુભાઈ સંઘવી ને પારણું કરાવતા દિનેશભાઈ શાહ
આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાણા ૪ની પાવન નિશ્રામાં માંડવીના જીતેન્દ્રભાઈ શાંતિલાલ સંઘવીએ અઠ્ઠાઇ તપ (આઠ ઉપવાસ)ની આરાધના નિર્વિદને સંપન્ન કરતા તેમને પારણું કરાવતા પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ, દીપ દિનેશભાઈ શાહ અને શ્રીમતી હેન્સી દીપ શાહ પારણું કરાવતા નજરે પડે છે. માંડવીની સાગર વાડી માં યોજાયેલા પારણા ના કાર્યક્રમ, આઠકોટી મોટી પક્ષના હોદ્દેદારો, જીતેન્દ્રભાઈ સંઘવીનો પરિવાર તેમજ મિત્રવર્તુળે પણ તપસ્વી જીતેન્દ્રભાઈ સંઘવીને પારણા કરાવ્યા હતા.