માંડવી શહેરની ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ કચ્છ દ્વારા આયોજીત અને બી.આર.સી. માંડવી પ્રેરિત સી.આર.સી. કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની ઉજવણી શ્રી ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં ખલ્ફાન દામાણી સી.આર.સી. કો-ઓર્ડીનેટર મીરાબેન જોશી, સી.આર.સી. કન્વીનર અને ખલ્ફાન શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા, શેઠશ્રી ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્ય જાગૃતીબેન સોલંકી, શ્રી ભુતનાથ વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દિલીપભાઈ સેવક, ખલ્ફાન શાળાના પૂર્વ આચાર્ય અને શિક્ષણવિદ્ જીતેન્દ્રભાઈ સોની, એસ.એમ.સી. અધ્યક્ષા માસુમાબેન પંજાબી, એસએમસીના સભ્યશ્રીઓ, વાલીગણ, વિજ્ઞાન મેળા માર્ગદર્શક શિક્ષકો, શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.
સૌપ્રથમ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન સી.આર.સી. કો-ઓર્ડીનેટર મીરાબેન જોશી એ વિજ્ઞાન મેળાને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા દ્વારા કરવામાં આવ્યું હતું. પધારેલા સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સીઆરસી કો-ઓર્ડીનેટર મીરાબેન જોષીએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં *સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી* મુખ્ય થીમ આધારિત કાર્યક્રમના હેતુઓ અને આયોજનની સમજૂતી આપી હતી. વિજ્ઞાનની ઉપયોગીતા અને ભવિષ્યમાં બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે માટે વિજ્ઞાન મેળાનું ઉદ્દેશ્ય જણાવ્યું હતું. પ્રદર્શનમાં પેટા શાળા ખલ્ફાનભાઈ દામાણી, જૈનનૂતન શાળા, જયંત ખત્રી શાળા, ર.મુ. કન્યા શાળા, ઈ.પ કન્યા શાળાએ કુલ આઠ કૃતિ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ કૃતિની કાર્યપદ્ધતિ સમજાવી કૃતિ વિશે રજૂઆત કરી હતી. વર્કિંગ મોડલ રજૂ કરવામાં આવ્યા હતાં. યજમાન ખલ્ફાન શાળાના બાળકો તેમજ અન્ય પેટા શાળાના બાળકોએ પણ પ્રદર્શન નિહાળ્યું હતું.
વિજ્ઞાન મેળા સાથે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે ના નવતર પ્રયોગો નિવૃત્ત શિક્ષક શ્રી દિલીપભાઈ સેવક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નારિયેળ માંથી ચુંદડી કાઢવી, હાથમાં દીવો પ્રગટાવવો, કંકુ પગલાં થવા જેવા જાદુના પ્રયોગો અને ખેલ ગમ્મતના પ્રયોગો રજુ કરવામાં આવ્યા હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઇ શાહે જણાવ્યું હતું. ગણિત-વિજ્ઞાન કીટ ના વિવિધ સાધનોનાં નામ પરિચય, ઉપયોગ અને કાર્ય સમજ પ્રદર્શન ખલ્ફાન શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકા લીનાબેન બ્રહ્મક્ષત્રિય અને શાળાના બાળકો દ્વારા ગોઠવવામાં આવ્યું હતું.
વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી જાગૃતીબેન સોલંકીએ સેવા આપી હતી. વિવિધ કૃતિઓના માર્ગદર્શકો તરીકે હિતેન્દ્રસિંહ જાડેજા, લીનાબેન બ્રહ્મક્ષત્રિય, દર્શનભાઈ કબીરપંથી, જ્યોતિબેન જોશી અને જીતેનભાઈ કટુવા હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે વિજેતા શાળાને ટ્રોફી વિતરણ, ભાગ લેનાર તમામ બાળકોને ઈનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. માર્ગદર્શક શિક્ષકશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખલ્ફાન શાળાના શિક્ષિકા શ્રીમતી લીનાબેન બ્રહ્મક્ષત્રિય એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખલ્ફાન શાળાના શિક્ષકો દત્તાબેન શાહ, ઉષાબેન સોલંકી, મનિષાબેન ડાભી, વિમલભાઈ રામાનુજ, લીનાબેન બ્રહ્મક્ષત્રિય, નફીસાબેન ખત્રી, પ્રવિણાબેન પટેલ વગેરે સહભાગી થયા હતાં.
અગાઉ સી.આર.સી. કલા ઉત્સવની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી. જેમાં કમલેશભાઈ ખટારીયા સાહેબ ટી.પી.ઈ.ઓ. માંડવી, બી.આર.સી. કો-ઓર્ડીનેટર મેહુલભાઈ શાહ, ગ્રુપ આચાર્ય નીલમબેન ગોહિલ હાજર રહ્યા હતા.
ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ ધોરણ 9 માં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા કેળવણી નિરીક્ષક મૌસમીબેન જોશી, શેઠ ખેમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી હંસાબેન પંડ્યા, સીઆરસી કો-ઓર્ડીનેટર મીરાબેન જોશી, કન્વીનર વસંતભાઈ કોચરાના સંયુક્ત પ્રયાસોથી ધોરણ 9માં બાળકોને પ્રવેશ અપાવવા માટે સફળ પ્રયાસો થયા હતા.