માંડવીના નવ નિયુક્ત નગરપતિ હરેશભાઈ વિંઝોડા નું અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ સન્માન કર્યું.
માંડવીના નવ નિયુક્ત નગરપતિ હરેશભાઈ વિંઝોડાનુ, માંડવીમાં 31 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ સન્માન કર્યું હતું.
ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિને, તા. 17/09 ને રવિવારના રોજ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની મુલાકાતે માંડવીના નવ નિયુક્ત નગરપતિ શ્રી હરેશભાઈ વિંઝોડા પધાર્યા હતા ત્યારે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહે નગરપતિ હરેશભાઈ વિંઝોડાનું શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું. આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, સતાપક્ષના નેતા શ્રી લાંતિકભાઈ શાહ, નગરસેવકો તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.