સતત છઠ્ઠા વર્ષે દહેરાસર ન આવી શકતા વડીલોને તેમના ઘરે ભગવાનની પ્રતિમા લઈને અષ્ટપ્રકારી પૂજા કરાવી
પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વમાં પૂજા કરવા દેરાસર ન આવી શકતા વડીલોને તેમના ઘરે ભગવાનની પ્રતિમા લઈને, સતત છઠ્ઠા વર્ષે પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા સેવાભાવી યુવાનોની ટીમે કરાવીને, પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.તા.17/09 ને રવિવારના વડીલોને ઘરે જઈને પૂજા કરાવવાની સેવાભાવી યુવાનોની ટીમમાં વષીૅપ શાહ, મહેક મહેતા, કેરીન મહેતા, હર્ષ શાહ, યશ શાહ, અક્ષય સંઘવી, ભૂમિશ શાહ અને માંડવી નગરપાલિકાની સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ શાહ જોડાયા હોવાનું માંડવીના તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.