માંડવી તપગચ્છ જૈનસંઘ માં સ્વપ્ના મહોત્સવ રંગે ચંગે સંપન્ન થયો. ૧૪ સ્વપ્નાની ઘીની ઉછામણીમાં ભાવિકો મુક્ત મને વરસ્યા. બંદરીય માંડવી શહેરમાં શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં સ્વપ્ના મહોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો. કલ્પસુરી આરાધના ભવનમાં ત્રણગચ્છની વ્યાખ્યાન માળામાં પરમ પૂજ્ય સાધ્વીજી પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ૩ અને પરમ પૂજ્ય સાધ્વીજી આગમકિરણાશ્રીજી મ.સા.આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં ત્રીસલામાતાને આવેલા 14 સ્વપ્નાની ઘીની ઉછામણીમાં ભાવિકો મુક્ત મને વરસ્યા હતા. સાધ્વીજી ભગવંતો એ મહાવીર જન્મ વિશે વિગતે છણાવટ કરી, મહાવીર જન્મ વાંચન કરેલ હતું.
પારણામાં પ્રભુજીને પધરાવવાનો લાભ દિયા મયંકભાઇ ભોગીભાઈ શાહે, પારણામાં શ્રીફળ પધરાવવાનો લાભ જૈત્ર અનીકા રાજુભાઈ શાહ પરિવારે, પારણુ ઝુલાવવાનો લાભ માતુશ્રી ગુલાબબેન મગનલાલ શાહ પરિવારે, સ્વપ્ના ઉતારવાનો લાભ શાહ હેતલભાઇ ભરતભાઈએ અને પ્રભુજી નું પારણું ઘરે પધરાવવાનો લાભ માતુશ્રી કમલાબેન સુબોધચંદ્ર શાહ (હસ્તે :- ચંદ્રેશભાઇ શાહ) અને પ્રભુજીની પેઢીના મુનિમજી બનવાનો લાભ શાહ ભોગીલાલ દામજીભાઈ પરિવાર એ લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ, મંત્રી વિરલકુમાર વાડીલાલ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.