Bombay High Court : બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક કેસમાં મોટી ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, આપણાં રોજિંદા જીવનમાં કેટલાક કિસ્સાઓમાં કોઈ ઘમંડી પતિઓ ઘણીવાર તેમની પત્નીઓને તું પાગલ છે, તને અક્કલ નથી ? આ કહેતા સંભળવતા હોય છે. જોકે હવે બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે, મરાઠીમાં “તુલા અક્કલ નહીં, તુ વેદી અહેસ” જેવા શબ્દો, જેનો અનુવાદ “તારે મગજ નથી, તું પાગલ છો, તે શબ્દ યોગ્ય સંદર્ભ વિના ઉપયોગ કરી શકાતો નથી.
Bombay High Court : બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિનની બેન્ચે કહ્યું કે, આવું કહેવું ગંદી ભાષામાં અપશબ્દો બોલવા સમાન છે. કોર્ટે સ્વીકાર્યું કે, આવા શબ્દોનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. આવા શબ્દો આદરણીય ભાષા તરીકે લાયક નથી. જો આ અપમાનના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે તો તે યોગ્ય નથી.
શું છે સમગ્ર મામલો ?
Bombay High Court : એક દંપતીએ 2007 માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના થોડા સમય પછી જ તેમના મતભેદોનો સામનો કરવો પડ્યો હતો. પતિએ દલીલ કરી હતી કે, પત્ની પહેલાથી જ જાણતી હતી કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહેશે, પરંતુ લગ્ન પછી તેણે ફરિયાદ કરવાનું શરૂ કર્યું અને અલગ રહેવાની વ્યવસ્થા ઇચ્છતી હતી. પતિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પત્ની તેના માતા-પિતાને માન આપતી નથી અને તેમનું ધ્યાન રાખતી નથી અને તેમનું લગ્નજીવન છોડી દીધું છે.
પત્નીએ શું કહ્યું ?
Bombay High Court : આ તરફ પત્નીએ દાવો કર્યો હતો કે, તેનું પરિણીત જીવન એક દુઃસ્વપ્ન હતું અને તેણે આ પહેલા ક્યારેય આવા દુર્વ્યવહારનો સામનો કર્યો ન હતો. હાઈકોર્ટે નક્કી કર્યું હતું કે, એફઆઈઆરની તપાસમાં બહાર આવ્યું છે કે, પત્નીએ પતિ સામે ખોટા આક્ષેપો કર્યા હતા અને આ આરોપો ટ્રાયલ દરમિયાન તેની જુબાની સાથે અસંગત હતા.