માંડવીમાં કલ્પસૂત્ર વાજતે – ગાજતે સંઘવી પરિવારના ઘરે પધરાવાયું. સકળ સંઘના ભાવિકોએ કલ્પસૂત્ર ના દર્શન નો લાભ લીધો.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં પવૉધીરાજ પયુૅષણ મહાપર્વનો ભારે માહોલ જામ્યો છે.
કલ્પસૂત્ર ઘરે પધરાવવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આજે ગુરુવારે સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં કલ્પસૂત્ર વાજતે ગાજતે, માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી ના ઘરે “નવકાર” મહાવીર સ્વામી જિનાલય ની બાજુમાં પધરાવવાયુ હતું. સંઘવી પરિવારના ઘરે રાખવામાં આવેલા ભાવનાના કાર્યક્રમનો અને કલ્પસૂત્ર ના દર્શન નો સકળ સંઘના ભાવિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.