માંડવી છ કોટી જૈન સંઘના ઉપક્રમે યોજાયેલા સુવર્ણપ્રાશનના નિ:શુલ્ક કેમ્પનો ૭૨ બાળકોએ લાભ લીધો. અત્યાર સુધી યોજાયેલા મેડિકલ કેમ્પનો આંકડો 236 ઉપર પહોંચ્યો.
છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ પરમ પૂજ્ય ભાસ્કર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, તાજેતરમાં કિરણ ક્લિનિકમાં પુષ્ય નક્ષત્રમાં 12 વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશનનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો.
માંડવીમાં સોનાવાળા નાકા પાસે, હરિકૃષ્ણા મોલ ની સામે આવેલા, કિરણ ક્લિનિકમાં સવારના ૧૦ થી ૧ અને સાંજે ૪ થી રાત્રે 10 સુધી યોજાયેલા આ કેમ્પમાં 12 વર્ષ સુધીના કુલ ૭૨ બાળકોએ લાભ લીધો હોવાનું માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.
આ કેમ્પમાં સેવા આપતા ડો. જય કિર્તીભાઈ મહેતાએ સુવર્ણપ્રાશનના ટીપા થી બાળકોને થતા ફાયદા જણાવ્યા હતા. અત્યાર સુધી યોજાયેલા મેડિકલ કેમ્પનો આંકડો 236 ઉપર પહોંચ્યો હોવાનું મેડિકલ કેમ્પોમાં કાયમી ધોરણે સહકાર આપતા જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.