કચ્છી સંતોની પાવન નિશ્રામાં મંગળવારથી ઈન્દોરમાં પવાૅધિરાજ પયુૅષણ મહાપર્વનો શુભારંભ થશે
શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય પ. પૂ. ધીરજલાલજી સ્વામીના શિષ્યરત્ન અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ “આનંદ” મ.સા.(ભોજાય – કચ્છ) અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસમુનિ “મંગલ” મ.સા. (બેરાજા – કચ્છ) કચ્છી જૈન સંતોની પાવન નિશ્રામા તા. ૧૨/૦૯ને મંગળવારથી ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ ઇંદોર (મધ્યપ્રદેશ)માં પર્વાધિરાજ પયુૅષણ મહાપર્વનો શુભારંભ થનાર હોવાનું પૂજ્ય નરેશમુની પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.