MUNDRA : ભુજપર નજીક નર્મદા કેનાલમા બે બાળકોના મોત

MUNDRA : મુંદરા ના ભુજપર પાસે આવેલી કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે આજે સવારે કેનાલમા બે બાળકો નાહ્વા પડ્યા હતા જો કે ડુબવાથી બન્નેના મોત થયા છે બનાવ આજે સવારના 9 વાગ્યા આસપાસ બન્યો હતો સ્થાનીક લોકોની મદદથી તબક્કાવાર બન્ને બાળકોના મૃત્દેહ બહાર કાઢી લેવાયા છે.

MUNDRA : સ્થાનીક લોકોએ કલાકોની જહેમત બાદ આ મૃત્દેહ મળ્યા હતા બે મૃતદેહને કેનાલમાંથી બહાર કઢી હોસ્પિટલ ખસેડાયા છે મૃત્કમા આનંદ યાદવ ઉં- 11 જે બિહારનો રહેવાસી છે અને હિતેષ કૃષીલાલ પાલ ઉવ.-13 જે ઉતર પ્રદેશ નો રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે ધટનાના પગલે પરિવારના આંક્રદ છવાયો છે બનાવની જાણ થતા મોટી સંખ્યામા સ્થાનીક લોકો ધટના સ્થળે મદદ માટે દોડી ગયા હતા મૃત્કના પરિજનો આસપાસ આવેલી કંપનીમા કામ કરતા હોવાની પ્રાથમીક વિગત સામે આવી છે

MUNDRA : બનાવ બાદ બે કરતા વધુ લોકો ડૂબ્યા હોવાની વાત વહેતી થઇ હતી પરંતુ હાલ પોલિસે બે કિશોર જ હોવાની પુષ્ટિ કરી છે જો કે તપાસ બાદ તેની સાથે નાહ્વા માટે અન્ય બાળકો હતા કે નહી તે સામે આવશે.

MUNDRA : પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી સાથે ધટનાની વધુ તપાસ હાથ ધરી છે પુર્વ કચ્છમા નર્મદા કેનાલમા ડુબી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે પચ્છિમ કચ્છ સુધી પહોચેલી નર્મદા કેનાલમા ડુબવાની ધટનાઓ વધતા ચિંતા ફેલાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *