માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા 85 ટકા વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ બહેનને દાતાના સહયોગથી 444 મી ટ્રાઇસિકલ અર્પણ કરાઈ
અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તાજેતરમાં 85 ટકા વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ બહેનને 444મી ટ્રાયસિકલ અર્પણ કરાઈ હતી
મોટા આસંબીયા ના શ્રીમતી કાંતાબેન ભીમજી મેપાણી ની ત્રણ પૌત્રી કુમારી વનિકા, કુમારી સ્તુતિ અને કુમારી દિયા એ પોતાના બે ભાઈઓના જન્મની ખુશાલી માં ટ્રાયસિકલ માટે આર્થિક સહયોગ આપેલ હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું
સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપ-પ્રમુખ કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઇ મીરની ઉપસ્થિતિમાં મોટા આસંબીયાના દાતા ભીમજીભાઇ પરબતભાઈ મેપાણી, રવજીભાઈ રામજીભાઈ મેપાણી, કુમારી સ્તુતિ અને કથાકાર મનુભાઈ વૈષ્ણવ ના હસ્તે સલાયા ના 85 ટકા વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ બહેન ઈરફાના અનવર માડવાણી ને ટ્રાયસીકલ અર્પણ કરવામાં આવી હતી