માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીની આરોગ્ય સેવાથી પ્રભાવિત થઈ ગાંધીધામના દાતાએ રૂપિયા ૧,૧૫,૦૦૦/- નું માતબાર દાન આપ્યું
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીની આરોગ્ય સેવાથી પ્રભાવિત થઈ ગાંધીધામના દાતા તરફથી રૂપિયા ૧,૧૫,૦૦૦/- (એક લાખ પંદર હજાર) રૂપિયાનું માતબાર દાન આપેલ છે.
ગાંધીધામ નિવાસી દાતા રમેશભાઈ મોહનલાલ સથવારા એ માંડવી ની જનકલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા 1,15,000/- નું માતબાર દાન તાજેતરમાં આપેલ હોવાનું સંસ્થાના પ્રમુખશ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશકુમાર મણીલાલ શાહે જણાવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થાને રૂપિયા ૧,૧૫,૦૦૦/- નું દાન આપવા બદલ દાતા પરિવારનો આભાર માનેલ હતો.