માંડવીમાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કનકસુરીદાદા ની ૬૦મી સ્વર્ગારોહણ તિથિ જીવદયા સહિતના વિવિધ કાર્યક્રમોથી ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાઇ.
માંડવીના પાંચેગચ્છના ભાવિકોએ આયંબિલ તપની આરાધના કરી.
માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પ. પૂ. સાધ્વી શ્રી પુણ્યદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ અને પ.પુ. સાધ્વી શ્રી આગમકીરણાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં પ.પુ. પરોપકારી શ્રી કચ્છ વાગડ દેશોદ્વારક પ.પુ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કનકસુરીદાદા ની ૬૦મી સ્વર્ગારોહણ તિથિ માંડવીમાં જીવદયા સહિતના વિવિધ કાર્યક્રમોથી ઉલ્લાસભેર ઉજવાઇ હતી.
રવિવારે સવારે સકળ સંઘની ઉપસ્થિતિમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહે સામૂહિક ગુરુ વંદના કરાવી હતી જ્યારે ગુરુપૂજનનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવીએ લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
રવિવારે વ્યાખ્યાનમાળામાં પ. પૂ. સાધ્વી શ્રી પુણ્યદર્શનાશ્રીજી મ.સા.અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી આગમકીરણાશ્રીજી મ.સાહેબે જૈનાચાર્ય કનકસુરીદાદા ના ગુણાનુ વાદના કાર્યક્રમમાં કનકસુરીદાદા ના જીવન અને કવન વિશે વિગતે માહિતી આપી જણાવ્યું હતું કે, કનકસુરીદાદા એ માંડવીમાં ૪ ચાતુર્માસ કર્યા હતા.
10:30 વાગે પૂજા ભણાવવામાં આવી હતી. બપોરના 12:00 વાગે આયંબિલ શાળામાં માંડવીના પાંચે ગચ્છના ભાવિકોએ આયંબિલની તપની આરાધના કરી હતી.
બપોર પછી માંડવીના પાંજરાપોળમાં મૂંગા પશુઓને નિલાચારા નું નિરણ કરાયું હતું તેમજ ગાય માતા અને શ્વાનોને લાપસીનું ભોજન આપીને જીવદયા નું કાર્ય કરાયું હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
માંડવી વાગડ સાત ચોવીસી મંડળ તરફથી ગુણાનુંવાદ, આયંબિલ આરાધનામાં અને પ્રતિક્રમણમાં પ્રભાવના કરવામાં આવી હતી. તેમજ પાંજરાપોળમાં મૂંગા પશુઓને લીલાચારાનું નિરણ કરાયું હતું. તેમજ શ્વાનોને લાપસી નું ભોજન કરાવીને જીવદયા નું કાર્ય કરી જૈનાચાર્ય કનકસુરીદાદાની 60મી સ્વર્ગરોહણ તિથિ ઉજવાઇ હોવાનું વાગડ સાત ચોવીસી મંડળની યાદીમાં જણાવ્યું હતું.