માંડવી યુવાનો સાથે SRD જવાનો પણ જીવદયા કાર્યમાં સક્રિય થયા
માંડવી જી ટી હાઈસ્કૂલ 1995 બેચ ના ગ્રુપ દ્વારા બંદરીયા શહેર માંડવીમાં જીવદયા ના કાર્યો કરાઇ રહ્યા છે.
ગૌવંશની સેવા સાથે શ્વાનો ને લાપસી પીરસવાનું ભગીરથ કાર્ય માંડવીના યુવાનો દ્વારા કરાઈ રહ્યું છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં રાત્રિના સમયે શ્વાનો ને લાપસી વિતરણ માં જી ટી હાઈસ્કૂલ 1995 બેચ ના યુવાનો સાથે આ ગ્રુપ ના સભ્ય અને SRD ના સભ્ય નિલેશ સોની તથા રજાક સુમરા, મુકેશ કાનજી, શિવજી ભટ્ટી તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડામોર પણ જોડાયા હતા અને આ જીવદયા કાર્ય કરતા યુવાનો ને સહયોગી બન્યા હતા.