ISRO : ચંદ્રયાનનું સાંજે 6:04 વાગ્યે લેન્ડિંગ, ISROએ કહ્યું છે કે બધું બરાબર અને સમયસર ચાલી રહ્યું છે.

ISRO : ચંદ્રયાન-3નું કાઉનડાઉન શરૂ…ઈસરોએ ચંદ્રયાન 3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X જે પહેલાં ટ્વિટર હતું એના પર પોસ્ટ કરીને ISROએ કહ્યું છે કે બધું બરાબર અને સમયસર ચાલી રહ્યું છે. લેન્ડિંગને લઈને દેશભરમાં ઉત્સાહ છે. ઈસરોએ 70 કિમી દૂરથી લીધેલી ચંદ્રની તસવીર પણ પોસ્ટ કરી છે.

ISRO : ઈસરોના ચેરમેન એસ. સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈને તેમને વિશ્વાસ છે અને ક્યાંય કોઈ સમસ્યા નથી. બધું બરાબર ચાલી રહ્યું છે, તેથી અમને આ મિશનની સફળતાની ખાતરી છે. આજે અને કાલે લેન્ડર અને રોવરનું ડબલ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે, જેથી લેન્ડિંગ દરમિયાન અને પછી કોઈ સમસ્યા ન થાય. રશિયાના લૂના 25ના ક્રેશ બાદ લોકોના મનમાં એક પ્રકારનો ડર છે. જોકે ઈસરોના વડાનું કહેવું છે કે ચંદ્રયાન-3 મિશન પર એની કોઈ અસર થવાની નથી.

 

ISRO : ઇસરોના જણાવ્યા પ્રમાણે, ચંદ્રયાન-3ના લેન્ડરને નિયત સમયે, એટલે કે આવતીકાલે એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે જ 25 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એમાં 15થી 17 મિનિટ થશે. આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ એટલે કે ‘ભયની 15 મિનિટ્સ’ કહેવાય છે. જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો એ ચંદ્રના સાઉથ પોલ પર ઊતરનાર પ્રથમ દેશ બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *