માંડવીના દરિયા કિનારે ગ્રેજ્યુએટ આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી મૃત્યું થયું છે. મુન્દ્રાની જિંદાલ કું.માં તા. 1/8/23ના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્જિનીયરિંગની તાલીમમાં એમ.ટેક થયેલા બીલાસુર (છતીસગઢ)ના 28 વર્ષીય યુવાન અનુરાગ અનિલ પાંડેનું ડૂબી જવાથી મૃત્ય થયું હતું.
અનુરાગની સાથે તેના બે મિત્રો સૂર્યાસુ શર્મા (હિમાચલ પ્રદેશ) તથા વિશાલ સિંઘ (ગાજિયાબાદ) સાથે ન્હાવા પડયા હતા. વિશાલ સિંઘ અને અનુરાગ પાણીમાં સાથે હતા.
માંડવીના બીચમાં અમુક ભાગમાં પગ અંદર ગુસ્તો જ જાય એવો ભાગ હોઈ દરિયાના મોજાના મારાથી વિશાલે અનુરાગનો હાથ પકડવો તે છૂટી ગયેલો, વિશાલે બુમાબુમ કરતા બીચ પરના તરવૈયાઓએ તાત્કાલિક તેને બચાવી લીધો હતો. સુર્યાસુ થોડે દૂર હતો તે પણ બચી ગયો હતો.
જેમાં જેમાં અમરનાથ નાથબાવાની ટીમ વિગેરે તરવૈયાઓ સહયોગી બન્યા હતા. સવારે 10 વાગ્યે મુન્દ્રાથી વાહન કરી માંડવી બીચ પર રજાનો લાભ લઈ ત્રણેય મિત્રો માંડવી આવ્યા અને બીચ પર પાણી જોઈ ન્હાવા પડયા હતા. બનાવની જાણ જિંદાલ કું.ના એડમિન હેડ પ્રિતેશભાઈ ભટ્ટને થતાં તેઓએ તાત્કાલિક ધનરાજભાઈ કરમણ ગઢવીને જાણ કરી હતી. ધનરાજભાઈએ નગર સેવા સદન, તરવૈયાઓની ટીમ, નરેનભાઈ સોની વિગેરેને જાણ કરતા નગર સેવા સદને વાહનો તથા માછીમાર એસો.ના પ્રમુખ યાકુબ વાઘેરને ડૂબી ગયેલા અનુરાગને શોધવા જણાવ્યું હતું. ગણતરીના કલાકોમાં ભરકતે ઓલિયા બોટે સલાયા જહાજવાડા પાસે અનુરાગનો ફેસ બહાર દેખાતો લાગતા યાકુબભાઈ સાથે વાત કરી અકબર યાકુબ ભટ્ટીની ટીમે બહાર કાઢયા હતા.
શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર એટલે વીરપસલીના દિને બનાવ બનતા અનિલભાઈના બે બાળકો જેમાં એક ભાઈ (અનુરાગ) અને એક બહેન હોઈ કુટુંબ પર આભા પડયાનો ઘા પડયો છે. જિંદાલ કું.માંથી પ્રિતેશભાઈ સાથે મનદીપસિંહ તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ હોસ્પિટલે બનાવની જાણ થતાં દોડી આવ્યા હતા. નગર સેવા સદનના ભૂપેન્દ્ર સલાટ એમ્બ્યુલન્સ સાથે બીચ ઉપર તથા જહાજવાડા પાસે તાત્કાલિક પહોંચી આવ્યા હતા.
ધનરાજભાઈ ગઢવી, નરેનભાઈ સોની, યાકુબભાઈ વાઘેર વિગેરેની ટીમ સહયોગી બની હતી. માંડવીની સરકારી હોસ્પિટલમાં પી.એમ. વિગેરે બાદ પોલીસ પ્રક્રિયા સંપન્ન કરી અનુરાગના દેહને તેના વતન બીલાસપુર છતીસગઢ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે માંડવી મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.