CM મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પાલનપુર ખાતેથી 22 જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરશે

CM મુખ્યમંત્રી 10 જુલાઈના રોજ પાલનપુર ખાતેથી 22 જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરશે. જેમાં ધોળકા ઉપરાંત બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો સમાવેશ થાય છે.

શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવામાં આવે છે.આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં ૩૩કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવશે. ધોળકા ખાતે શરુ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી અંદાજે ૯૦ હજાર વસતિનો સીધો લાભ મળશે. તો વઢવાણ ખાતે શરૂ થનાર સીટી સિવિક સેન્ટરથી અંદાજે ૭૦ હજારથી વધુ લોકોને ફાયદો થશે.

ધોળકાના ચીફ ઓફીસર જતિન મહેતાએ જણાવ્યું કે, મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/ મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની પા, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી અને અન્ય સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થતા ધોળકાના નગરજનોને વિશેષ સુવિધાઓ મળશે.

વલસાડનું સિવિક સેન્ટર ૩૫૦૦ સ્કવેર ફૂટ જગ્યામાં તૈયાર કરાયું છે. આ સિવાય શહેરીજનો પોતાના મોબાઈલ ફોનમાં e-Nagar એપ ડાઉનલોડ કરી અથવા તો https://enagar.gujarat.gov.in/ પર લોગ-ઈન કરી સિવિક સેન્ટર્સની સુવિધાઓનો લાભ લઈ શકાય છે એવુ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *