India House : કચ્છના સપૂત એવા ક્રાંતિ ગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરી વિદેશમાં ક્રાંતિની શરૂઆત કરી હતી.
India House : આ ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ માંડવી ખાતે ક્રાંતિતીર્થના રૂપમાં સ્થાપિત છે. તેવામાં હવે ઇન્ડિયા હાઉસની ગાથા રૂપેરી પરદે ચમકવા જઇ રહી છે. RRR ફેમ તેલુગુ સુપરસ્ટાર રામ ચરણે રવિવારે ‘ધ ઇન્ડિયા હાઉસ’ ફિલ્મની જાહેરાત કરી હતી.
India House : જેમાં નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકા ભજવશે. ખાસ તો અનુપમ ખેર ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિકા ભજવશે તેવુ પ્રોમો વિડિયોમાં દર્શાવાયુ છે.
India House : વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મજયંતીના અવસરે આ ફિલ્મની જાહેરાત કરાઇ છે. જે સમગ્ર ભારતમાં રિલીઝ થશે.રામ ચરણે રવિવારે એનિમેટેડ પ્રોમો વિડિયો જારી કર્યો હતો. જેમાં ફિલ્મનું શીર્ષક અને મુખ્ય ભૂમિકા ભજવનાર કલાકારોના નામો દર્શાવાયા હતા. અભિનેતાએ સાથે લખ્યુ હતું, કે‘“આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર ગરુની 140મી જન્મજયંતિ નિમિત્તે અમે નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેરજી અને દિગ્દર્શક રામ વંશી કૃષ્ણ દ્વારા અમારી સમગ્ર ભારત ફિલ્મ – ધ ઈન્ડિયા હાઉસની જાહેરાત કરતા ગર્વ અનુભવું છું! જય હિન્દ!” પ્રોમોમાં શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંપાદિત ‘ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર પણ દર્શાવામાં આવ્યું છે. સાથે ઇન્ડિયા હાઉસ પણ દર્શાવામાં આવ્યું છે.
India House : ‘ઇન્ડિયા હાઉસ’એ 1905 અને 1910 ની વચ્ચે લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓનું નિવાસસ્થાન હતું. શ્યામજી કૃષ્ણ વર્માના આશ્રયથી તે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદી વિચારોને પ્રોત્સાહન આપવા માટે ખોલવામાં આવ્યું હતું. આ સંસ્થા ભારતીય યુવાનોને ઈંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપતી હતી. આ ઈમારત ઝડપથી ક્રાંતિકારીઅોનું કેન્દ્ર બની ગઈ હતી. અહીંથી જ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર પ્રકાશિત થતુ હતું. જેના પર બ્રિટિશ રાજે “રાજદ્રોહ” તરીકે પ્રતિબંધ મૂક્યો હતો.
India House : ઈન્ડિયા હાઉસ સાથે સંખ્યાબંધ અગ્રણી ભારતીય ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ સંકળાયેલા હતા, જેમાં વિનાયક દામોદર સાવરકર, ભીખાજી કામા, વી.એન. ચેટર્જી, લાલા હર દયાલ, વી.વી.એસ. ઐયર, એમ.પી.ટી. આચાર્ય અને પી.એમ. બાપટનો સમાવેશ થાય છે. 1909માં ઈન્ડિયા હાઉસના સભ્ય મદન લાલ ઢીંગરાએ ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટના રાજકીય સહાયક-ડી-કેમ્પ ડબલ્યુ.એચ. કર્ઝન વાયલીની હત્યા કરી હતી. નોંધનીય છે કે, કૃષ્ણવર્માની અને તેમના પત્ની ભાનુબેનની અસ્થિઓને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2003માં જીનીવાથી ભારત પરત લઇ અાવ્યા હતાં. ત્યારબાદ નરેન્દ્ર મોદી દ્વારા જ ક્રાંતિતીર્થ નામના સ્મારકનું માંડવીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સ્મારક ઈન્ડિયા હાઉસ બિલ્ડિંગની પ્રતિકૃતિ છે.
જ્યારે ગાંધીજી ઇન્ડિયા હાઉસમાં વીર સાવરકરને મળવા પહોંચ્યા
India House : ચોંકાવનારી વાત એ છે કે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ભારતીય વદ્યાર્થીઓ માટે ખરીદેલા ઇન્ડિયા હાઉસમાં જ વર્ષ 1906માં મોહનદાસ કરમચંદ ગાંધી અને વીર સાવરકરની મુલાકાત થઇ હતી !
India House : ખાસ બાળ ગંગાધર તિલક આગ્રહ પર શ્યામજી કૃષ્ણ વર્માએ વીર સારવરકને શિષ્યવૃતિ અપાવીને લંડનના ઇન્ડિયા હાઉસમાં બોલાવી લીધા હતા ! ઇન્ડિયા હાઉસમાં ત્યારે વીર સાવરકર ખાવા માટે જીંગા તરી રહ્યાં હતા.
ત્યારે ગાંધીજીએ વીર સાવરકરને અંગ્રેજો સામે તેઓ ની (સાવરકર)રણનીતિ વધારે આક્રમક હોવાનું કહ્યૂ હતું.
ત્યારે સાવરકરે પહેલા જમી લેવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે ગાંધીજી પોતે શાહકારી હોવાનું કહી સાવરકરે તળેલા જીંગા ખાવાની માફી સાથે ના પાડી હતી. ત્યારે સાવરકરે કટાક્ષમાં ગાંધીજીને કહ્યું હતું કે, કોઇ માસ ખાધા વગર અંગ્રેજોની તાકાતને ચુનૌતી કેવી રીતે દઇ શકે ? ત્યારે ગાંધીજી ભૂખ્યા પેટે જ ઇન્ડિયા હાઉસમાંથી સાવરકરના સમર્થન મેળવ્યા વગર પાછા ફરી ગયા હતા.