BHUJ: શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ દ્વારા નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો

BHUJ

BHUJ: શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ દ્વારા નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો

BHUJ: શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ દ્વારા નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો કરી ગૌ માતા માટે પશુરક્ષા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે.

વર્ષો જૂની મહાજન પરંપરાને જાળવી રાખનાર શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ BHUJ દ્વારા અનશનવ્રતધારી, જીવદયાપ્રેમી શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી પશુરક્ષા અભિયાન અંતગત ભૂજ (BHUJ) શહેર મધ્યે આવેલ નવનીત નગરની સમીપે માલધારીઓની ૫૦૦ જેટલી ગાયો માટે વરસાદ પડે ત્યાં સુધી ચાલનારા નિરણ કેન્દ્રનું આજરોજ વર્ષીતપ આરાધક પ.પૂ.આ.મ.શ્રી કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.આદી ઠાણા -૨ અને પ.પૂ.કંચનસાગર મ.સા.(બાપા મારાજ) ની પાવન નિશ્રામાં સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડ,ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ છેડા,શ્રી કિરણભાઈ કકકા,શ્રી લક્ષ્મીકાંતભાઈ કારાણી,યુવા પાંખના પ્રમુખ શ્રી અમિતભાઈ વોરા વિગેરેના શુભ હસ્તે ગૌ માતાનુ પુજન કરી લીલો ચારો ખવડાવી નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ કચ્છના મહામુલા પશુધનને બચાવવા માટે શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ તથા શ્રી સવ સેવા સંધ (કચ્છ)ભુજ (BHUJ) ધ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહિતી આપી હતી.

આ સમય સૌના સાથ સહકારથી મહામુલા પશુધનને બચાવવાના આ અભિયાનમાં યથા શકિત સહયોગ આપવા અનુરોધ કરયો હતો. માલધારીઓ હાજર રહી સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા અને ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યકત કરયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *