MIG-21 : એરફોર્સે મિગ-21 ફાઈટરના સમગ્ર કાફલાની ઉડાન પર રોક લગાવી

MIG-21 : રાજસ્થાનમાં ક્રેશ થયેલા મિગ-21ની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતીય વાયુસેનાએ ફાઇટર એરક્રાફ્ટ મિગ-21ના સમગ્ર કાફલાની ઉડાન પર રોક લગાવી છે. 8 મેના રોજ રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 3 મહિલાઓના મોત થયા હતા. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી દુર્ઘટનાનું કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી મિગ વિમાન ઉડાન ભરશે નહીં.

હાલમાં એરફોર્સમાં MIG-21 મિગ-21ની 3 સ્ક્વોડ્રન છે. 2025ની શરૂઆતમાં તેમને ધીરે ધીરે નિવૃત્ત કરવાની યોજના છે. એરફોર્સ પાસે કુલ 31 કોમ્બેટ એરક્રાફ્ટ સ્ક્વોડ્રન છે.

MIG-21 16 મહિનામાં 7 વખત ક્રેશ થયું

5 જાન્યુઆરી 2021: રાજસ્થાનના સુરતગઢમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો હતો.


17 માર્ચ 2021: મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે MIG-21 બા/સન વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં IAF ગ્રુપ કેપ્ટનનું મોત થયું હતું.
20 મે 2021: પંજાબના મોગામાં MIG-21 ક્રેશ થયું. આ અકસ્માતમાં પાઇલટે જીવ ગુમાવ્યો હતો.


25 ઓગસ્ટ 2021: MIG-21 ફરી એકવાર રાજસ્થાનના બાડમેરમાં અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન દુર્ઘટનામાં પાઇલટ પોતાને બચાવવામાં સફળ રહ્યો હતો.


25 ડિસેમ્બર 2021: રાજસ્થાનમાં જ MIG-21માં બાયસન ક્રેશ થયું. આ અકસ્માતમાં પાઇલટે જીવ ગુમાવ્યો હતો.


28 જુલાઈ 2022: MIG-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું. આ ઘટનામાં બે પાઇલટના જીવ ગયા હતા.


8 મે 2023: MIG-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું. પાઇલટ સુરક્ષિત.

MIG-21 :1960ના દશકમાં સામેલ થયું હતું વિમાન

MIG-21 : મિગ-21 એરક્રાફ્ટ 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં જોડાયાં હતાં. મિગ-21ને ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતું ફાઇટર એરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે. ભારતને 1963માં રશિયા પાસેથી પ્રથમ સિંગલ એન્જિન મિગ-21 મળ્યું હતું. ત્યારથી ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતાને વધારવા માટે આ ફાઇટર એરક્રાફ્ટના 874 પ્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

5 દાયકામાં 400 ક્રેશ, 200 પાઇલટે જીવ ગુમાવ્યા

સોવિયત સંઘે 1940માં MiG એરક્રાફ્ટ બનાવ્યું અને 1959માં એને પોતાની એરફોર્સમાં સામેલ કર્યું. ત્યારે એ 2229 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકતું હતું, એટલે કે અવાજની ઝડપ કરતાં 1000 કિમી/કલાક વધુ. MiGને એપ્રિલ 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. 1971 અને 1999નાં યુદ્ધ જીતવામાં MiGની મહત્ત્વની ભૂમિકા રહી હતી, પરંતુ ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં 400 દુર્ઘટનામાં 200 પાઇલટે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. MiG-21 વિમાનોને 2025 સુધીમાં ભારતના આકાશમાંથી ઉતારી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *