ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સાદગીના PM મોદીએ પણ વખાણ કર્યા છે. PMએ ટ્વીટ કરી સીએમની સાદગી વિશે જણાવ્યું છે કે, તેઓએ સાર્વજનિક જીવનમાં સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
ટ્વીટ કરીને PM મોદીએ CMની સાદગીના કર્યા વખાણ
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમણે જણાવ્યું કે, હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
એર એમ્બ્યુલન્સનું ભૂપેન્દ્ર પટેલે ભાડુ ચૂકવ્યું હતુ
મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના દીકરાને બ્રેઈન સ્ટોક થતા મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ ખસેડાયા હતા. એર એમ્બ્યુલન્સનું ભૂપેન્દ્ર પટેલે ભાડુ ચૂકવ્યું હતુ સાથે જ તેઓ 4થી 5 વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલની સાદગીના હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે.