RAJKOT : આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે…કહેવાય છે કે માં એ માં બીજા વગડના વા…’માં’ની તોલે કોઈ ન આવે…ઈશ્વરે પણ જન્મ લેવા ‘માં’નો સહારો લેવો પડે છે. ત્યારે માતૃ દિવસની અનોખી ઘટના સમયે આવી છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે એક માતાએ પાંચ લોકોને નવું જીવન આપ્યું છે.
RAJKOT : દુનિયાભરમાં આજે 14મી મેએ આંતરરાષ્ટ્રીય મધર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે, ભારતમાં પણ ખુણે ખુણે આની શાનદાર ઉજવણી થઇ રહી છે, રાજકોટમાં આ ખાસ પ્રસંગે અંગદાન કરીને એક મહત્વનું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યુ છે. નીરૂપાબેન જાવિયાના અંગોએ પાંચ લોકોને નવજીવન આપ્યું છે.
મહિલાનું અંગદાન બન્યુ અન્યનું જીવનદાન
મળતી માહિતી અનુસાર,RAJKOT રાજકોટના નીરૂપાબેનનું ગઈકાલે બ્રેનડેડ થઈ જતાં દુઃખદ અવસાન થયું હતું. જે બાદ તેમના પતિ, પુત્ર અને પુત્રી દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે પર શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે નીરૂપાબેનના પરિવારજનો એકત્ર થયા હતા અને નિરૂપાબેનની કિડની, લીવર અને સ્કીન સહિત પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ સમયે હોસ્પિટલ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ ખાતે હાજર નીરૂપાબેનના પરિવારજનોએ તેમના અંગો પર પુષ્પ અર્પિત કર્યા હતા. આ વેળાએ દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.
‘મારી માતાએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટે જ શીખવ્યું છે’
નિરૂપાબેનની દીકરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મારી માતાનું જીવન હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનું રહ્યું છે. તેમણે હંમેશા બીજા લોકોને કેમ ઉપયોગી થવાય એ માટે જ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. અમને પણ તેઓએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટે જ શીખવ્યું છે અને એ સંસ્કાર આપ્યા છે.’
વધુ વાંચો