શ્રી ક.વી.ઓ. KVO જૈન મહાજન દ્વારા મહાજન જે મામેરૂ યોજના અંતર્ગત ૨૬૪મી દિકરીના લગ્નોત્સવ યોજાયો

KVO BHUJ : શ્રી ક.વી.ઓ. જૈન મહાજન જે મહાજન નુ મામેરૂ યોજના અંતર્ગત ૨૬૪મી દિકરીના લગ્નોત્સવ યોજી જીવનપંચ પર પદાપર્ણ કરતાં નવદંપતીને મહાજને આર્શિવાદ પાઠવી વિવિધ ભેટ અપર્ણ કરી.

આજથી બાર વરસ પહેલા અનશનવ્રતથારી,જૈન સમાજરત્ન માન. શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી KVO શ્રી ક.વી.ઓ. જૈન મહા મુજે શરૂ કરેલ મહાજન નુ મામેરૂ યોજના અંતગર્ત આજરોજ અન્યોને પ્રેરણાદાઈ બને તેમ સામાન્ય જીવન જીવતાં અને પોતાના કાળજાના કટકા સમાન વ્હાલસોઈ દિકરીને ધામધુમ થી રંગે ચંગે લગ્ન કરવા અસમય એવા પરિવારની કન્યાના લગ્ન કરાવી આપ્યા હતા.

આ વિશે વધુ માહિતી આપતાં KVO સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે ઉજવણી એટલે આનંદનો અવસર. ઉજવણી એટલે માત્ર આનંદ નહિ પણ આત્મિક સંતોષ અને તે પણ એક નહિ પણ અનેકોને સંતોષ પ્રાપ્ત થાય તે માટે સંસ્થાએ સામાન્ય જીવન જીવતાં ભુજ નિવાસી શ્રી ભગવાનદાસ કોજીયાની ની સુપુત્રી ચિ.બરખા સંગે ભુજ તાલુકાના ભુજોડી નિવાસી શ્રી માલશીભાઈ પરમારના સુપુત્ર ચિ.હરેશ સંગાથે સંસ્થાના ટ્રસ્ટીગણ, થવાપાંખ, મહાજન, સખીવૃંદ ની બહેનો અને દાતાશ્રીઓની અને વર કન્યાના સ્નેહીજનોની ઉપસ્થિતીમાં યોજી આજે અવર્ણનીય આનંદ અને સંતોષ મેળવ્યો છે. આવા શુભ કાર્યો કરવાની પ્રેરક પ્રેરણા અમને પ્રાપ્ત થઈ છે તે બદલ આનંદની લાગણી વ્યકત કરી નવદંપતીને તેઓના સુખી દામ્પત્ય જીવનની શુભ કામના પાઠવી હતી.

World Cancer Day 2023: કચ્છમાં દર વર્ષે કેન્સરના 350 દર્દી ઉમેરાય છે,દરેક કેન્સર કેન્સલ નથી

આજના આ લગ્ન પ્રસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, સમપર્ણવાળા શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર,શ્રી સોલયુશન હસ્તે શ્રીમતી નેહાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઈ ચોથાણી પરિવાર, શ્રીમતી જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, શ્રી તુલસીભાઈ જોપી (ઓધવરામ ડેવલોપર્સ – ભુજ) પરિવાર, શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે (પ્રકાશ એજન્સી (ભુજ ) પરિવાર, સ્વ.નવનાબેન એન. મહેતાની સ્મૃત્તિમાં શ્રી કણિકભાઈ એચ. ભટ્ટ,રસીલાબેન કીરીટભાઈ ભઢા પરિવાર ભુજ, નિલમબેન ગાંધી પરિવાર ભુજ,શ્રી ઓધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસ –નખત્રાણા) પરિવાર,શ્રી મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર (નખત્રાણા), શ્રી અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર (નખત્રાણા), શ્રી મહેશભાઈ કે.સોની(મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજ૫) (શ્રી વાઘેશ્વરી જર્નેલ્સ,મેઈન બજાર નખત્રાણા),દેવીસર હાલે નખત્રાણા નિવાસી શ્રી ગંગારામભાઈ મનજી (શ્રી વાઘેશ્વરી જવેલ્સ) વિગેરે દાતાશ્રીઓ ઘ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે KVO મહાજનના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,સહમંત્રી શ્રી હીરેનભાઈ પાસડ,ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગાલા,શ્રી સુરેન્દ્રભાઈ સાવલા,શ્રી ધીરેનભાઈ પાસડ, દાતાશ્રી હંસાબેન તારાચંદભાઈ છેડા,સખીવૃંદના પ્રમુખ શ્રીમતી પ્રિતીબેન ગાલા,શ્રીમતી ઉર્મિલાબેન પાસડ વિગેરેએ ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ અને ભેટ સોગાદ અપર્ણ કરી હતી.

આ શુભ પ્રસંગે KVO સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ સમગ્ર વ્યવસ્થા સંભાળ હતી. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડે કરી હતી.વિધી વિધાન શ્રી તુષારભાઈ જોષીએ કરાવ્યા હતા.ભોજનની વ્યવસ્થા શ્રી ભરતસિંહે સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *