વાપીમાં ભાજપના BJP નેતાની ગોળી મારીને હત્યા:પરિવાર સાથે મંદિરે દર્શન કરવા જતા સમયે બે શખ્સોએ તાલુકા ભાજપના ઉપ પ્રમુખ પર ફાયરિંગ કર્યુ
સૂત્રો થી મળતી માહિતી મુજબ વાપીના રાતામાં BJP ભાજપના ઉપ પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના BJP ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.