માંડવી : શ્રી કંઠી વિભાગ કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ આયોજિત બા૨મો સમૂહ લગ્નોત્વ અખાત્રીજના શ્રી અખિત ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સમર્પિત શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટ (માંડવી) સંચાલિત શ્રી લખુભાઈ વીરજી ધોળુ (દુર્ગાપુર) વિધાર્થી છાત્રાલય, માંડવી મધ્યે યોજવામાં આવેલ છે. જેમાં દસ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. આ ઉપરાંત યુવા મતદારો માટે મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેવી માહિતી પ્રમુખ મોહનભાઈ રામજીયાણી અને મહામંત્રી મણિલાલ વેલાણીએ આપેલ છે.
સમુહ લગ્ન પ્રસંગે આયોજન માટે જુદી જુદી વ્યવસ્થાપક સમિતિઓ પણ બનાવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લગ્નોત્સવની સાથે સાથે ભારતના ચૂંટણી પંચ ઘ્વારા તારીખ ૧-૧-૨૦૨૩ ની સ્થિતિએ મતદારયાદી સંક્ષિપત સુધારણા કાર્યક્રમ જાહેર કરેલ છે. તે પ્રમાણે લગ્નોત્સવના દિવસે પાટીદાર સમાજના ૧૧૯ જેટલા યુવક યુવતીઓ જે હાલે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ છે. તેઓનું મતદારયાદીમાં નામ નોંધણી માટે કેમ્પ રાખવામાં આવેલ છે. અને જેઓનું નામ નોંધણી કરાવવાનું છે તેઓની યાદી સોશિયલ મિડિયાના માઘ્યમથી વ્હોટસએપ ગ્રુપમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. માંડવી વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી ચેતનભાઈ મિસણ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી માધુભાઈ પ્રજાપતિના સૂચનાથી મતદારયાદીના નાયબ મામલતદાર લધાભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ ભૂપેન્દ્ર સલાટ, રમણિક દરજી તેમજ બી.એલ.ઓ.ની ટીમ સ્થળ પર ફોર્મ નં. ૬ ના હકક દાવા સ્વીકારશે. આ ઉપરાંત સમુહ લગ્ન સમિતિ ધ્વારા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
આયોજનને સફળ બનાવવા ઉપપ્રમુખો મણિલાલ સેંઘાણી, મગનલાલ પોકાર, વસંત ચૌધરી, સહમંત્રીઓ વસંત લીંબાણી, જેઠાલાલ સંઘાણી, સુરેશ ચોપડા, ખજાનચી હિરાલાલ ધોળુ, સહ ખજાનચીઓ ભાવેશ માવાણી, શાંતિલાલ સંઘાણી અને કારોબારીના સભ્યો, મહિલા મંડળ, યુવક મંડળ અને સમૂહ લગ્ન આયોજન સમિતિના કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.