શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા મહાજન નું મામેરુ અંતગર્ત ૨૬૩મી દિકરીને મામેરૂ અપર્ણ કરી લગ્ન ધામધૂમથી ઉજવાયા
શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલીત મહાજન નું મામેરૂ યોજના અંતર્ગત આજ રોજ ૨૭૩માં લગ્નોત્સવ ક.વી.ઓ. સંકુલ મુજ મધ્યે આવેલા શ્રી શાંતિલાલ કાનજી ગડા પાર્ટી પ્લોટ મધ્યે સાજન – માજન અને દાતાશ્રીઓ ની વિશાળ ઉપસ્થિતમાં ધામધુમ થી ઉજવાયા.
આજ રોજ ૨૬૩માં લગ્ન ભુજ તાલુકાના મીરઝાપર નિવાસી શ્રી જીતેન્દ્રભાઇ દરજીની ની સુપુત્રી ચિ.કૃપા સંગે ભુજ તાલુકાના માનકુવા નિવાસી શ્રી જયંતીભાઈ દરજીના પુત્ર ચિ.કલ્પેશ સંગાથે પ્રભુતામાં પ્રગલાં પાડયા હતા.સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા એ નવદંપતીને શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની વ્હાલસોયી દિકરીના લગ્ન કરવા માટે ખુબ જ મુશ્કેલી પડતી હોય છે તેને ધ્યાનમાં લઈને મારા પુજય પિતાશ્રી અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાએ આજથી બાર વરસ પહેલાં આ સંસ્થાના નેજા હેઠળ મહાજન નું મામેરૂ યોજનાનો પ્રારંભ કર્યો અને જોત જોતામાં કચ્છ જિલ્લાના ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોને પોતાની દિકરીના લગ્ન માટે આ યોજના મારે આર્શીવાદ રૂપ બની છે.આ યોજના અંતર્ગત અત્યાર સુધી ૨૩ દિકરીઓને મહાજન નું મામેરૂ અંતર્ગત લગ્ન કરાવી અને તેમને સાસરીયે વળાવી છે એનો અમને ખુબ જ આનંદ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના કોઈ પણ ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવાર ને પોતાની દિકરીના લગ્ન માટે ઉંચા ધ્વાજે ધિરાણ ન લઈ અમારી સંસ્થા ધ્વારા સંચાલીત મહાજન નું મામેરૂ યોજના નો લાભ લેવા જણાવ્યું હતું.
આજના આ લગ્ન પ્રસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર અને સમપર્ણવાળા શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગૌરીશભાઈ છેડા પરિવાર શ્રી સોલ્યુશન હસ્તે શ્રીમતી નેહાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઈ ચોઘાણી પરિવાર, શ્રીમતી ઘશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, શ્રી તુલસીભાઈ જોષી (ઓધવરામ ડેવલોપર્સ – મુજ) પરિવાર, શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાજ ચંદે(પ્રકાશ એજન્સી- ભુજ પરિવાર,શ્રી ઓધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસ નખત્રાણા) પરિવાર,શ્રી મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર (નખત્રાણા), શ્રી અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર (ન્મત્રાણા), શ્રી મહેશભાઈ કે.સોની(મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ) (શ્રી વાધેશ્વરી જવેલ્સ,મેઈન બજાર નખત્રાણા),દેવીસર હાલે નખત્રાણા નિવાસી શ્રી ગંગારામભાઈ મનજી (શ્રી વાઘેશ્વરી જવેલ્સ) વિગેરે દાતાશ્રીઓ ઘ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાજનના પ્રમુખ શ્રી છગર તારાચંદભાઈ છેડા,ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ છેડા,મંત્રી શ્રી નરેશભાઈ શાહ, સહમંત્રી શ્રી હીરેનભાઈ પાસડ,ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગાલા,શ્રી હિરાલાલભાઈ સંધા,શ્રી ઘીરેનભાઈ પાસ,શ્રી ભાવેશભાઈ દેઢીયા,સખીવૃંદના પ્રમુખ શ્રી ચેતનાબેન છેડા,દાતા પરિવારના શ્રીમતી જયોતિબેન છેડા શ્રી કાંતિભાઈ વોરા વિગેરેએ ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ અને ભેટ સૌગાદ અપર્ણ કરી હતી. આ શુભ પ્રસંગે સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ સમગ્ર વ્યવસ્થા સંભાળ હતી. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડે કરી હતી.વિધી વિધાન શ્રી તુષારભાઈ જોષીએ કરાવ્યા હતા.ભોજનની વ્યવસ્થા શ્રી કિશનસિંહ સંભાળી હતી.