સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના આમોદરા ખાતે મહિલા તલાટી તથા મહિલા સરપંચ ના પતિ ૩૦,૦૦૦ ની લાંચ લેતા એસીબી ના સંકજામા આવી ગયા
પ્રાંતિજ તાલુકાના આમોદરા ખાતે આવેલ ગામ પંચાયત ના મહિલા તલાટી કમ મંત્રી સંધ્યાબેન જયંતિલાલ પરમાર ઉ.વર્ષ-૩૮ તથા મહિલા સરપંચ ના પતિ નટરભાઇ મુળાભાઇ ચમાર ઉ.વર્ષ-૬૦ કે જેવો એ આમોદરા ગામની સીમમા બીયારણ નો સીડસ પ્રોસેસિંગ પ્લાન્ટ ના બાંધકામ પૂર્ણ થઈ જતા ફરીયાદી ને આરોપી તલાટી સંધ્યાબેન દ્રારા આકારણી પત્રમાં આકારણી ઓછી દર્શાવવા તેમજ બે વર્ષ નો બાકી રેવન્યુ ટેક્ષ પણ ઓછો લેવા માટે ૨૫૦૦૦ ની માંગણી કરેલ જે લાંચ ના નાણા ફરીયાદી આપવા માંગતા ના હોય ફરીયાદી દ્રારા જિલ્લા એસીબી હિંમતનગર ખાતે ફરિયાદ કરી હતી અને ફરીયાદ ના આધારે પંચો રૂબરૂ ગોઠવેલ છટકા દરમ્યાન આરોપી મહિલા તલાટી સંધ્યાબેન પરમાર તથા આરોપી મહિલા સરપંચ ના પતિ નટવરભાઇ મળી ૩૦,૦૦૦ ની માગણી કરેલ લાંચ ના નાણા લેવા છતા આજે જિલ્લા એસીબી ના સંકજા મા આવી જતા પકડાઈ જતા તેવોને હિંમતનગર ખાતે લઇ જવામા આવ્યા હતા તો જિલ્લા એસીબી પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન.ચૌધરી , સુપરવિઝન અધિકારી એ કે.પરમાર તથા મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ દ્રારા સંયુક્ત ઓપરેશન પાર પાડયુ હતુ અને રંગે હાથે ઝડપાયેલ બન્ને આરોપીઓને ડીટેઈન કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી