પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ના પ્રાથમિક વિભાગ મા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ વાર્ષિકોત્સવ રંગારંગ અંતર્ગત ” ખિલખિલાટ ” કાર્યક્રમ યોજાયો હતો જેમા પ્રાથમિક વિભાગ ના આચાર્ય હિરેનભાઇ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ
આ કાર્યક્રમ મા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , મહંત સુનીલદાસજી મહારાજ , ભૃગવેન્દ્રસિંહ કુંપાવત , પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , ગીરીશભાઈ પટેલ , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , નિકુલભાઇ રામી , રાજેશભાઇ ટેકવાણી , સંદીપ ભાઇ શાહ , મીઠાભાઇ પટેલ , વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ અંતર્ગત એકથીએક ચડિયાતા પરફોર્મન્સ રજુકરી ને બાળકોને દર્શકોના દિલજીતી લીધા હતા ડાન્સ , પિરામિડ , દેશભકિત ગીતો , માની મમતા ના ગીત , કોરોના કાળના હદય સ્પર્શી દ્રશ્યો નો ચિતાર ગીત દ્રારા રજુઆત કરી ને બાળકોએ તેમનામા રહેલ અદભૂત શકિતનો પરિચય કરાવ્યો હતો ત્યારે કોરોના કાળમા વસમી વિદાય લઈ ચુકેલા સ્નેહીજનો માટે કેટલાક દર્શકોની આંખો માં ઝળઝળીયા જોવા મળ્યા હતા આત્મ નિર્ભર પ્રાથમિક વિભાગ ના આચાર્ય હિરેનભાઇ શાહ તેમજ તેમના સ્ટાફ ને મંચસ્થ મહાનુભાવોએ આવો સુંદર કાર્યક્રમ નુ આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા અને શાળા પરિવાર ના સાલિયાબેન તેમજ હિનાબેને બાળકોને પર ફોમન્સ આપવા ખુબજ જહેમત ઉઠાવીને તૈયાર કર્યા હતા તો દર્શકો અને મંચસ્થ મહાનુભાવોએ દરેક પરફોર્મન્સ નીહાળીને દાનની વર્ષા વરસાવી હતી તો બાળકો ને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમા વિજય થયેલ બાળકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સુંદર એલાઉન્સમેન્ટ મહેન્દ્ર ભાઇ પ્રજાપતિ દ્રારા કરવામા આવ્યુ હતો