મોડાસાની સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં વધુ બે આરોપીઓને LCBએ ઝડપી લીધા

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરની સહારા સોસાયટીમાં બે બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીના નામ બહાર આવતા એલસીબી પોલીસે સહારા સોસાયટીમાં રહેતા એક યુવક અને સગીરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરીમાં ચાર આરોપીમાંથી બે આરોપી સગીર હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે રેલવે ફાટક નજીક જંગલ વિસ્તારમાંથી 1.72 લાખથી વધુના મુદ્દામાલ સાથે જાહિનુદ્દીન સિકંન્દર પટેલ અને સગીરને ઝડપી લીધા પછી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ વધુ બે આરોપીના નામ બહાર આવતા પોલીસે બાતમીના આધારે સહારા સોસાયટીમાં રહેતા શાહરૂખ ગુલામનબી મકરાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર વધુ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

છેલ્લા ઘણા સમયથી મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી હતી, તેમાં બાયપાસ રોડ રેલવે ટ્રેક નજીક આવેલી સહારા સોસાયટીમાં સતત ચોરીની ઘટનાઓ ઘટતી હતી ત્યારે પોલિસે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *