આણંદ જિલ્લામાં રવિશંકર મહારાજ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયુ

આણંદ જીલ્લાના બોરસદ ખાતે ધારાસભ્ય રમણભાઈ સોલંકીના જનસંપર્ક કાર્યાલય અને પૂજ્ય રવિશંકર મહારાજ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ગૃહના નાયબ દંડક રમણભાઈ સોલંકી, આણંદ ભાજપ પ્રભારી અને વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર , આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેશભાઇ પટેલ, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર સહિત આણંદ ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર. પાટિલના મહત્વના કાર્યક્રમો પૈકી

કચ્છ જીલ્લાના ધોરડો ખાતે SC-OBC-કિસાન મોરચાની સયુંકત કારોબારી બેઠકમાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી,પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાજી,અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ તથા  પ્રદ્યુમ્નભાઈ વાજા, બક્ષીપંચ મોરચાના કાર્યકારી પ્રમુખ મયંકભાઈ નાયક તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ ડૉ અનિલ બોન્ડે,કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ,ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ શંભુનાથજી ટુંડિયા સહીત પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *