રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ સુરેન્દ્રનગર-રાજકોટ હાપાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે.

જેમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોનું નિરિક્ષણ કરેલ હતું. અમૃત ભારત સ્ટેશન સ્કિમ અંતર્ગત રાજ્યના 87 રેલવે સ્ટેશનનું નવીનીકરણ થવાનું છે. ત્યારે રાજકોટ રેલવે ડિવીઝન હેઠળના 15 સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ થશે. જેમાં રાજકોટ, ભક્તિનગર, પડધરી, ભાટીયા, દ્વારકા, હાપા, જામનગર, ખંભાળિયા, લખતર, મીઠાપુર, મોરબી, ઓખા અને સુરેન્દ્રનગર સ્ટેશનનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેનું ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયેલ છે. હવે ટૂંક સમયમાં સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ઇલેક્ટ્રીફીકેશનનું કામ શરૂ થઇ જૂન સુધીમાં પૂર્ણ થશે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર-હાપા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરેલ. જેમાં પૂલો, એલ.સી. ગેઇટ, સ્ટેશન પ્લેટફોર્મ, સ્પીડ ગેટ, બ્રીજ, ટ્રેકનું નિરિક્ષણ, લેવલ ક્રોસિંગ બ્રીજ સ્ટેશન સુવિધાઓનું નિરિક્ષણ કરવામાં આવ્યું તથા સુરેન્દ્રનગર થી રાજકોટ, રાજકોટ થી હાપા વચ્ચેના સ્ટેશનોની મુલાકાત લઇ હાલ ચાલી રહેલા ઇલેક્ટ્રીફીકેશનની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવેલ. સુરેન્દ્રનગર સ્ટેશનને વિકસીત કરવાની જરૂરત છે. રાજકોટ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ થશે. હાલ સુરેન્દ્રનગર થી રાજકોટ સુધીનું ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *