ચાલું વર્ષના અંત સુધીમાં એએમસીનું દેવું 4000 કરોડથી વધી જશે તેવો વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધી રહેલા દેવાને લઈને કોર્પોરેશન ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ સ્માર્ટ સિટીના બદલે દેવાદાર સિટી બની ગયું હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે. ચાલુ વર્ષના અંત સુધીમાં એએમસીનું દેવું 4,300 કરોડને પાર પહોંચશે તેમ વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણે આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષ નેતાનો આક્ષેપ છે કે, વર્લ્ડ બેંકના દેવાને દર્શાવવામાં નથી આવ્યું. 

વિપક્ષ નેતાએ આક્ષેપ લાગવતા દેવાની સ્થિતિને લઈને કહ્યું હતું કે, 2022ની સ્થિતિએ એએમસીનુંટ 280 કરોડનું દેવું હતું જે 31 માર્ચ 2023ની સ્થિતિએ 982 કરોડથી વધુ વધી જશે અને માર્ચ 2024ની અંદર આ દેવું છે તે, 4000 કરોડને પાર પહોંચી જવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. તેમ વિપક્ષ તરફથી આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે. 

વિપક્ષ તરફથી એ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક તરફ અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પ્રકારે કોર્પોરેશનનું દેવું પણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની આવક વધારવાને લઈને હાલ કવાયત પણ હાથ ધરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *